Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

પેનકિંગ વિક્રમ કોઠારી બાદ બીજો મામલોઃ અનેક સંપતિઓ જપ્ત થવાની સ્થિતિમાં

હિરાના વેપારીએ ૧૪ બેંકોના ૩૬૩૫ કરોડ ડુબાડ્યા

કાનપુર : કાનપુરના હિરા કારોબારી ઉદય દેસાઇએ ૧૪ બેંકોના ૩૬૩૫ કરોડ રૂપિયા ડુબાડી દીધા છે આ બેંકોમાં તેની અડધી ડઝન કંપનીઓના ડઝન થી વધુ ખાતાઓ એનપીએ થઇ ગયા પેનકિંગ વિક્રમ કોઠારી બાદ બંેકોના પૈસા ડુબાડવાનો આ બીજો સૌથી મોટો મામલો છે.

ઉદય દેસાઇની કંપનીઓ મેસર્સ ક્રાસ્ટ ઇન્ટરનેશનલ લિમિટેડ તેમજ ફાસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ એનર્જી લિમિટેડ સહિત અનેક કંપનીઓએ વર્ષ ૨૦૦૨થી ૨૦૧૦ વચ્ચે ત્રણ હજાર કરોડ રૂપિયાથી વધુની લોન લીધી વર્ષો સુધી લોનના હપ્તા ચાલ્યા બાદ અને સતત લિમિટ વધ્યા બાદ વર્ષ ૨૦૧૮માં તેમના ખાતા એનપીએ થવા લાગ્યા.

હાલમાં તેના ૧૪ બેંકોમાં આટલા ખાતા એનપીએ થયા છે સતત ડિમાન્ડ નોટીસ જાહેર કર્યા બાદ પણ ેતની કંપનીઓને લોનની રકમ ચુકવી નહી તો બેંકોએ સખ્ત વલણ અપનાવ્યું હવે બેંક ઓફ ઇન્ડિયાએ મુંબઇ,કાનપુર અને ગુડગાંવમાં આવેલ છે. સંપતિઓને કબ્જામાં લીધી છે. અનેક સંપતિઓ હજુ જપ્ત કરવાની સ્થિતિમાં છે. અને નિલામીની પ્રકિયા ચાલી રહી છે.

(11:40 am IST)