Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

''હાઉડી મોદી''ની તૈયારીઓ વચ્ચે હયુસ્ટનમાં ડિપ્રેશન ઇમેલ્ડાના કારણે ભારે વરસાદ

નરેન્દ્રભાઇ-ટ્રમ્પ એનઆરજી સ્ટેડીયમમાં ૫૦ હજાર લોકોને સંબોધશે : ટેકસાસના અનેક વિસ્તારોમાં ઇમરજન્સી : લાઇટો ગુલઃ એરપોર્ટ - સ્કુલો બંધ

હયુસ્ટનઃ અમેરીકામાં ''હાઉડી મોદી'' કાર્યક્રમની તડામાર તૈયારીઓ વચ્ચે ઉષ્ણકટીબંધીય તોફાને  હયુસ્ટનમાં તબાહી મચાવી  છે. ''હાઉડી મોદી''માં નરેન્દ્રભાઇ અને ડોનાલ્ડ ટ્રમ્પ ૫૦ હજાર લોકોને સંબોધન કરવાના છે. તોફાનના કારણે ટેકસાસના કેટલાક વિસ્તારોમાં ગર્વનરે ઇમરજન્સી જાહેર કરી હતી. ટ્રોપીકલ ડીપ્રેશન ઇમેલ્ડા ગઇકાલે ટેકસાસ પહોંચ્યું હતુ અને ભારે વરસાદ પડતા લાઇટો ગુલ થઇ ગયેલ. ટેકસાસમાં લોકોને ઘરમાં જ રહેવાની સલાહ અપાઇ હતી. એરપોર્ટ અને સ્કુલો બંધ કરી દેવાઇ છે.

ટેકસાસના ગર્વનર ગ્રેગ અબોર્ટે દક્ષિણ પૂર્વી ટેકસાસની ૧૩ કાઉન્ટીમાં ઇમરજન્સી જાહેર કરી છે. જયારે નેશનલ વેધર ડીપાર્ટમેન્ટ મુજબ  ફોર્ટ બેડ, હેરીસ અને ગાલવેસ્ટનના કેટલાક વિસ્તારોમાં દર ૧ કલાકે ૩ ઇંચથી વધુ વરસાદ પડી રહયાનું જણાવેલ. હાઉડી મોદી કાર્યક્રમ માટે ૧૫૦૦ થી વધુ સ્વયંમ સેવકો કામ કરી રહયા છે.

(11:32 am IST)