Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

જિયો દેશનું સૌથી વધુ ફેલાયેલું ૪જી નેટવર્કઃ ટ્રાઈ

જામનગર,તા.૨૦:ટ્રાઇના જણાવ્યાં મુજબ,દેશમાં સૌથી વધુ ફેલાયેલું ૪-જી નેટવર્ક રિલાયન્સ જિયો ધરાવે છે. જિયો ૭.૪૬ લાખથી વધારે ૪-જી બેઝ સ્ટેશન ધરાવે છે. એની સરખામણીમાં હરીફ કંપની ભારતી એરટેલનું ૪-જી નેટવર્ક અડધાથી પણ ઓછું છે. જોકે,એનાં નેટવર્કમાં સપ્ટેમ્બર,૨૦૧૭થી અત્યાર સુધી ત્રણ ગણાથી વધુનો વધારો થયો છે.

ટ્રાઇએ પ્રસિધ્ધ કરેલી માહિતી મુજબ,ટ્રાઇએ મોબાઇલ કોલ ટર્મિનેશન ચાર્જીસનો અંત લાવવાની સમયરેખાની સમીક્ષા કરવા માટે કન્સલ્ટેશન પેપર જાહેર કર્યું છે. આ પેપરનાં આંકડા મુજબ,જિયોનું ૪-જી નેટવર્ક સપ્ટેમ્બર,૨૦૧૭માં ૩.૮૧ લાખ ૪-જી બેઝ ટ્રાન્સિવર સ્ટેશન (બીટીએસ)થી વધીને જૂન,૨૦૧૯માં ૭.૪૬ લાખ બીટીએસ થયું હતું,જે લગભગ બમણું છે.

એની સરખામણીમાં એરટેલનું ૪-જી નેટવર્ક ૯૭,૧૩૦ બીટીએસથી ત્રણ ગણાથી વધુ વધીને ૩.૨૬ લાખ બીટીએસ થયું છે. વોડાફોન આઇડિયા સૌથી વધુ સ્પેકટ્રમ ધરાવે છે,જેનો ઉપયોગ ૪-જી સર્વિસ માટે કરી શકશે. વોડાફોન આઇડિયા પાસે રિલાયન્સ જિયો કરતાં આશરે ૧.૫ ગણું વધારે સ્પેકટ્રમ છે,પણ તેમનું ૪-જી નેટવર્ક ફકત ૬૨ ટકા જ વધ્યું હતું.

૪-જી બેઝ સ્ટેશન કુલ નેટવર્કમાં આશરે ૬૦ ટકા હિસ્સો ધરાવે છે,જે બે વર્ષનાં ગાળામાં ૫.૯૧ લાખથી વધીને ૧૨.૫૫ લાખ થયા છે. દેશમાં અત્યારે ૨-જી નેટવર્કનું કદ સપ્ટેમ્બર,૨૦૧૭જ્રાક્નત્ન ૬.૬૧ લાખથી દ્યટીને અત્યારે ૪.૭૯ લાખ બીટીએસ થયું હતું. આ રીતે આ નેટવર્કમાં ૨૭ ટકાનો ઘટાડો થયો હતો. એ જ રીતે જૂન,૨૦૧૯માં ૩-જી બેઝ સ્ટેશન જૂન,૨૦૧૯માં  ઘટીને ૩.૪૩ લાખ થયા છે,જે સપ્ટેમ્બર,૨૦૧૭માં ૩.૬ લાખ હતાં.

(11:31 am IST)