Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

મુંબઈના અનેક વિસ્તારોમાંથી ગેસ લીકેજની સૂચના મળતા BMC અને ફાયર બ્રિગેડ અલર્ટ મોડ પર

મુંબઈના કેટલાક વિસ્તારોમાં ગુરુવારે મોડી રાતે ગેસ લીકની સૂચના બીએમસીને મળતા હડકંપ મચી ગયો છે

મુંબઈ, તા૨૦: મુંબઈના કેટલાક વિસ્તારોમાં ગુરુવારે મોડી રાતે ગેસ લીકની સૂચના બીએમસીને મળતા હડકંપ મચી ગયો છે. આ સૂચના બાદ ફાયર બ્રિગેડ અને બીએમસી (BMC) અલર્ટ મોડ પર છે. વાત જાણે એમ છે કે પૂર્વ મુંબઈના કેટલાક વિસ્તારોમાંથી નેશનલ કેમિકલ ફર્ટિલાઈઝરના ચેમ્બુર પ્લાન્ટમાંથી ગેસ લીકેજની સૂચના મળી હતી. જો કે થોડીવાર બાદ મહાનગર ગેસ લિમિટેડ (MGL) દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે હજુ સુધી તપાસમાં કોઈ પણ પાઈપલાઈનમાંથી ગેસ લીકેજની વાત સાબિત થઈ નથી.

બીએમસીએ ટ્વીટ કરીને કહ્યું કે અમને શહેરના પૂર્વ અને પશ્યિમ પરા વિસ્તારોમાંથી ગેસ લીકેજના સમાચારો મળ્યાં છે. MCGM પણ સંબંધિત તમામ એજન્સીઓને અલર્ટ કરી દીધી છે. ફાયર બ્રિગેડની ૯ ગાડીઓ ગેસ લીકની ભાળ મેળવવા માટે વિભિન્ન વિસ્તારોમાં મોકલાઈ છે. કોઈ પણ જાણકારી માટે ૧૯૧૬ પર ફોન કરો.

આ અગાઉ એક ટ્વીટમાં બીએમસીએ  કહ્યું કે આરસીએફ ચેમ્બુરમાં ગેસ લીકની સૂચના મળી હતી જેની ખરાઈ થઈ નથી. જો કે આરસીએફમાં કોઈ લીકેજ થયું નથી. એમજીએલએ ૮ મોબાઈલ ઈમરજન્સી વેનને PNG/CNG ગેસ લીકેજની જાણકારી મેળવવા મોકલી છે. બીએમસીએ કહ્યું કે તેમને અજ્ઞાત દુર્ગંધ સંબંધિત ૨૯ ફરિયાદ મળી છે.

(11:31 am IST)