Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

વોશિંગટન ડીસીમાં વ્હાઇટ હાઉસની પાસે અંધાધૂંધ ફાયરિંગઃ એકનું મોત, ૫ લોકો ઘાયલ

પોલીસ હુમલા કરનારાની શોધખોળ કરી રહી છે

વોશિંગટન ડીસી, તા.૨૦: અમેરિકાની રાજધાની વોશિંગટન ડીસીમાં ગુરુવાર મોડી રાત્રે ફાયરિંગ થયું. સૂત્રોના જણાવ્યા મુજબ એસોસિએટ પ્રેસ (AP)એ સ્થાનિક મીડિયા રિપોર્ટ્સના હવાલાથી આ જાણકારી આપી છે. રિપોર્ટ્સ મુજબ, મોડી રાત્રે વ્હાઈટ હાઉસની પાસે અંધાધૂંધ ફાયરિંગ થયું. તેમાં એક વ્યકિતનું મોત થયું છે અને ૫ લોકો ઘાયલ થયા છે.

સ્થાનિક ટીવી ફોકસ-૫ના  રિપોર્ટ મુજબ, જે સ્થળે ફાયરિંગ થયું વે તે અમેરિકાના રાષ્ટ્રપતિના નિવાસસ્થાન વ્હાઈટ હાઉસથી માત્ર ૩ કિલોમીટર દૂર છે. રિપોર્ટ્સ મુજબ, ૬ લોકોને ગોળીઓ વાગી છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જે સ્થળે ફાયરિંગ થયું છે, ત્યાં સ્થાનિક પોલીસ પહોંચી ગઈ છે અને વિસ્તારને સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. પોલીસ હુમલા કરનારાની શોધખોળ કરી રહી છે.

નોંધનીય છે કે, અમેરિકામાં આ પહેલા પણ અનેકવાર ફાયરિંગની ઘટનાઓ બનતી રહે છે. અમેરિકામાં ગન કલ્ચરને લઈને અનેકવાર વિરોધ વ્યકત કરવામાં આવતો રહ્યો છે પરંતુ દરકે વખતે આ કલ્ચરને બંધ કરવા માટે કોઈ પગલાં નથી લેવામાં આવતા.

(11:30 am IST)