Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

વંડી ઠેંકીને ખેતરમાં થઇ ભાગતાં જોવા મળ્યા એણે કહ્યું-અમે તો વોકીંગમાં આવ્યા હતાં!

વોટર પાર્કમાં દરોડો પડતાં પોલીસે ૩૦ને પકડ્યા હતાં. તેમાંથી ૧૦ નશો કરેલા હતાં. તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અમુક વંડી ઠેંકીને પાછળના ખેતરમાં થઇને ભાગી ગયા હતાં. મિડીયા કર્મચારીઓની નજરે આ લોકો ચડતાં તેમને ખેતરમાંથી કઇ બાજુ નીકળ્યા? એવું પુછવામાં આવતાં આ લોકોએ-અમે તો વોકિંગમાં નીકળ્યા છીએ!...એવું કહ્યું હતું. તસ્વીરમાં ખેતરો ખુંદતા કેમેરામેન તથા ખેતરમાંથી જે લોકો બહાર નીકળ્યા તે જોઇ શકાય છે. આ લોકો પાર્ટીમાં હતાં કે કેમ તે અંગે સ્પષ્ટતા થઇ નથી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(11:27 am IST)