Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

ક્રિષ્ના વોટર પાર્કમાં મોડીરાત્રે જમેલો ચાલુ : કેટલાક પોલીસકર્મી પાછલા બારણેથી વંડી ટપીને અને ખેતરોમાંથી ભાગી ગયા

અમુકને પત્રકારોએ ઝડપ્યા છતાં ફરાર થવામાં સફળ : કેટલાક મોટા માથાઓને બચાવવાની કોશિશ થયાની જબરી ચર્ચા: કથિત પત્રકારો આ કાંડમાં ખોદ્યો ડુંગર અને ઉંદર નીકળ્યાનો ઘાટ ઉભો કરવાની પેરવીમાં :ભારે ચકચાર

 

રાજકોટ : રાજકોટ શહેરની ભાગોળે આવેલ ક્રિષ્ના વોટર પાર્કમાં એસઓજીના નિવૃત એએસઆઇની બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ યોજાઈ હોવાની બાતમી પરથી એસપી એસઆર  ટંડેલ અને કુવાડવા પોલીસે દરોડો પાડ્યો છે નિવૃત પોલીસ કર્મચારીઓ અને હાલમાં ફરજ બજાવતા અધિકરીઓ અને કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા હોવાનું બહાર આવ્યું છે

   ક્રિષ્ના વોટર પાર્કમાં મોડીરાત્રે જમેલો જામ્યો છે અંદર મહેફિલ માણવામાં સામેલ મનાતા કેટલાક પોલીસકર્મીઓ પાછલા બારણેથી વંડી ટપીને  અને ખેતરોમાં થઈને ભાગી ગયા છે જોકે કેટલાક જાગૃત પત્રકારોએ તેઓને જોઈ ગયા હતા અલબત્ત તે ભાગવામાં સફળ થયા હતા

  દરમિયાન સમગ્ર કાંડમાં કેટલાક મોટા માથાઓને બચાવી લેવાની પેરવી થતી હોવાનું ચર્ચાઈ છે અને તેઓને કેસમાંથી છુટકારો મળી રહે તે માટેના પ્રયાસ થતા હોવાનું ચર્ચાઈ છે

 બીજીતરફ કેટલાક કથિત પત્રકારો કાંડમાં ખાદ્યો ડુંગર પણ નીકળ્યો ઉંદર જેવો ઘાટ ઉભો કરવાની પેરવીમાં હોવાનું ચર્ચાઈ છે

 

(12:25 am IST)