Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

દારૂના દૂષણ સામે સરકાર કડકઃ ગૃહમંત્રી

મહેફિલમાં કાયદો ભંગ કરનારા તમામ સામે કાર્યવાહીઃ પ્રદિપસિંહ

રાજકોટ તા. ૨૦: શહેરની ભાગોળે કુવાડવા રોડ પર ક્રિષ્ના વોટર પાર્કમાં ગત રાતે પોલીસ દ્વારા નિવૃત પોલીસ કર્મચારીની જન્મદિવસની પાર્ટીમાં દરોડો પાડી ૧૦ લોકોને નશો કરેલી હાલતમાં પકડી લેવાયા હતાં. આ અંગે કડક કાર્યવાહી કરવા અંગે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સુચના આપી છે.

આજે પ્રદિપસિંહે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દારૂના દૂષણ સામે સરકાર કડક હાથે કામ લેવા કટીબધ્ધ છે. આ ઘટનામાં જેણે પણ ગેરકાયદેસર કૃત્યુ કર્યુ હોય તે તમામ સામે કોઇની શેહશરમ વગર કડક કાયદાકીય કાર્યવાહી કરવા તંત્રને સુચના અપાયેલ છે.

(11:26 am IST)