Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

પાકિસ્તાનમાં હિન્દુ યુવતિ નમ્રતા કુમારીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ શંકાસ્પદઃ યુવતિએ આત્મહત્યા કરી હોવાના રિપોર્ટ પ્રત્યે ખુદ કરાચીના હેલ્થ ડીપાર્ટમેન્ટએ શંકા વ્યકત કરીઃ સ્થાનિક સમાચાર પત્ર 'ડોન ન્યુઝ'નો અહેવાલ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં શંકાસ્પદ હાલતમાં હિન્દુ યુવતિના મળી આવેલા મૃતદેહના પોસ્ટ મોર્ટમમાં તેહો આત્મહત્યા કરી હોવાનું જણાવાયુ છે. પરંતુ ખુદ કરાંચીના સ્વાસ્થ્ય ડીપાર્ટમેન્ટના મંતવ્ય મુજબ યુવતિનું મોત  તેનું ગળુ ઘોંટી નાખવાથી થયું હોવાનું જણાય છે.

ઉલ્લેખનીય છે કે ભુટો મેડીકલ યુનિવર્સિટીમાં  છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હિન્દુ યુવતિ નમ્રતા કુમારીની લાશ તેના હોસ્ટેલના રૂમના પંખામાં લટકાયેલી મળી આવી હતી. જેના પોસ્ટ રિપોર્ટમાં સ્થાનિક ન્યુઝ પેપર ડોન ન્યુઝના અહેવાલમાં દર્શાવ્યા મુજબ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં અમુક બાબતોની અળગણના કરાઇ છે. જે મુજબ મૃતક યુવતિના શરીર ઉપર ઘાના નિશાન હતાં જે દર્શાવે છે કે તેની હત્યા થઇ છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં લઘુમતિ કોમ હિન્દુઓની યુવતિઓના છાશવારે અપહરણ કરી ધર્માતર કરાવાય છે તથા ફરજીયાત શાદી કરવા મજબૂર કરાવાના બનાવો છાશવારે બની રહ્યા છે. તેવા સંજોગોમાં ઉપરોકત મેડીકલ સ્ટુડન્ટ યુવતિના મૃત્યુએ શંકાના વાદળો ઘેરાયા હોવાનું જાણવા મળે છે.

(8:36 am IST)