Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને અન્યાય :શિક્ષણ સહાય માટે ઓછું ફંડ ફાળવ્યું:RTI માં ખુલાસો

નવી દિલ્હી :કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ગુજરાતની ભાજપ સરકારને શિક્ષણ માટે ઓછું ફંડ આપવામાં આવી રહ્યું હોવાનું RTI હેઠળ બહાર આવ્યું છે. જે ગુજરાત માટે તમાચો માર્યા બરાબર છે.

  સર્વ શિક્ષા અભિયાન હેઠળ આપવામાં આવેલા ફંડમાં હાલની ભાજપ NDA સરકારની સરખામણીમાં પૂર્વ કોંગ્રેસ-UPA સરકારે ગુજરાત રાજયને વધુ ફંડ આપ્યું હતું. વખતે કેન્દ્રએ રૂપિયા 320.45 કરોડ ઓછું ફંડ આપ્યું છે.

(10:08 pm IST)
  • અમરેલી : ધારી ગીરપૂર્વ વિસ્તારમાં છેલ્લા 11 દિવસમાં 11 સિંહો ના મોત:6 સિંહબાળ સહિત 11 સિંહોના મોતથી વનવિભાગ પણ ચિંતામાં :તમામ સિંહોના મોતનુ કારણ અલગ અલગ: ઈન્ફાઈટ તેમજ ઇન્ફેક્શનના કારણે મોતની સત્તાવાર જાહેરાત કરતુ વનવિભાગ.:વનવિભાગની ટીમ દ્વારા ગીરના સિંહોનુ અવલોકન શરૂ કરવામાં આવ્યુ:સિંહોના મોતથી સમગ્ર જીલ્લામાં અરેરાટી વ્યાપી access_time 10:52 pm IST

  • મહિસાગર જિલ્લામાં સંતરામપુર - વીરપુર તા.માં સ્વાઈન ફલુના ૬ પોઝીટીવ કેસમાંથી ૩ના મોત : જીલ્લાના વીરપુરની મામલતદાર કચેરીના ૩ કર્મચારીને એક સાથે સ્વાઈન ફલુ થયેલ : બે કર્મચારીના મોત : ગુજરાતભરમાં ચારેકોર ડેન્ગ્યુ, વાયરલ અને સ્વાઈન ફલુ સહિતના રોગોનો ભરડો access_time 3:05 pm IST

  • સેંકડો પીએસઆઈને રાહત : હવે ઈન્સપેકટરના પ્રમોશન મેળવી શકશે : રાજયના સેંકડો પોલીસ સબ ઈન્સ્પેકટરોને હાઈકોર્ટે મોટી રાહત આપી : પ્રમોશન આપવા ઉપર મૂકેલો સ્ટે હટાવી લીધો : ચુકાદાનો અમલ ૨ ઓકટોબરથી થશે : પ્રમોશનની પ્રક્રિયા હાઈકોર્ટના અંતિમ ચુકાદાને આધીનઃ હવે પીએસઆઈમાંથી પીઆઈ - ઈન્સ્પેકટરનું પ્રમોશન મેળવી શકાશે access_time 3:54 pm IST