Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

તેલંગાણામાં દલિત યુવકની હત્યાથી આખુ રાજ્ય હલબલી ગયુઃ પુત્રીઅે પ્રેમલગ્ન કરતા જમાઇને મોતને ઘાટ ઉતારવા માટે સસરાઅે ૧ કરોડ રૂપિયાની સોપારી આપી હતી

હૈદરાબાદઃ તેલંગાણામાં ખોટી શાનના નામે 23 વર્ષીય ઈસાઈ દલિત યુવક પ્રણયની હત્યાથી આખું રાજ્ય હચમચી ગયું છે. ઘટના બાદ લોકો આઘાતમાં છે. પ્રણય અને તેની પત્ની અમૃતા વાર્ષિણીના બે વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયામાં ખૂબ શેર કરવામાં આવી રહ્યા છે. પહેલા વીડિયોમાં આ બન્ને કપલ જાણે કોઈ ફિલ્મી સ્ટાર હોય તેવું લાગી રહ્યું છે. આપને જણાવી દઈએ કે આ પ્રકારના હત્યાકાંડને મળતી વાર્તા મરાઠી ફિલ્મ ‘સૈરાટ’માં જોવા મળી હતી. જેના પરથી બોલિવૂડ ફિલ્મ ‘ધડક’ બની છે.

હૈદરાબાદથી 80 કિલોમીટરના અંતરે આવેલા સિદ્દીપેટ પાસે હિડેન કાસ્ટેલની ચારે તરફ શૂટ કરવામાં આવેલો પ્રી વેડિંગ વીડિયો જોઈને લાગે છે કે જાણે આ લોકો સ્કોટલેન્ડમાં છે અને કોઈને તેલુગુ ફિલ્મનું શૂટિંગ છે. અમૃતા દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલો વીડિયને હવે હજારો લોકો શેર અને લાઈક કરી રહ્યા છે. દલિત સમુદાયમાંથી આવતા પ્રણય પ્રત્યે પોતાની દીકરીને આવો પ્રેમ કરવા બદલ તેના પિતા ટી મૂર્તિ રાવને કૃરતા હતી. રાવ સવર્ણ છે.

રાવ અને તેના મિત્રો આ વાતથી આશ્ચર્ય અને આઘાતમાં છે. પ્રણયનો બીજો વીડિયો લોકોનું વધારે ધ્યાન ખેંચી રહ્યો છે. 14 સપ્ટેમ્બરે એક ભાડુઆતી હત્યારાએ એક હોસ્પિટલની બહાર પ્રણયની હત્યા કરી નાખી. અમૃતા પ્રેગનેન્ટ હતી અને પ્રણય તેને ડૉક્ટરને બતાવવા માટે હોસ્પિટલ લઈ જઈ રહ્યો હતો. બન્નેએ આ વર્ષે જાન્યુઆરીમાં આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા હતા. હત્યાકાંડનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે.

આ ઘટનાથી આખું રાજ્ય હાલી ગયું છે. લોકો એક પિતાની કૃરતા અને દીકરીની પીડા જોઈને આઘાતમાં છે. જેણે દલિત યુવકને પ્રેમ કર્યો અને જેની તેને આટલી મોટી સજા મળી. આ હત્યા પછી મિત્રો અને સંબંધીઓએ વિરોધ પ્રદર્શન કર્યું જ્યારે અમૃતાએ પ્રતિજ્ઞા લીધી છે કે તે પોતાના પતિને ન્યાય અપાવીને જંપશે.

આ ઘટના બાદ પોલીસ પર દબાણ વધ્યું અને આ મામલે કાર્યવાહી શરુ થઈ ગઈ છે. પોલીસે તપાસમાં ખુલાસો કર્યો છે કે માત્ર તેલંગાણા નહીં પણ આખા દેશને આ ઘટનાએ હચમચાવી નાખ્યો છે. રાવે પહેલા પ્રણયને 3 કરોડની ઓફર આપી હતી અને પછી કોશિશ કરી કે અમૃતા અબોર્શન કરાવી લે. જ્યારે તેઓ આમાં અસફળ રહ્યા તેમણે બન્નેને અલગ કરવાના રસ્તા શોધવાના શરુ કરી દીધા.

રાવે પોતાના જમાઈની હત્યા કરાવવા માટે 1 કરોડ રુપિયાની સોપારી આપી હતી. પ્રણય અને અમૃતા સ્કૂલના દિવસોથી જ ફ્રેન્ડ હતા. આ પછી બન્નેએ અલગ-અલગ કૉલેજથી એન્જિનિયરિંગ કરીને ભણવાનું શરું કર્યું પણ તેમનો પ્રેમ એટલો હતો તેમણે ભણવાનું અધવચ્ચે છોડી દીધું. પ્રણવની હત્યા પછી ઘણાં લોકોએ ચૂંટણી લડવાની સલાહ આપી પણ તેણે તેણે કહ્યું કે તે ન્યાય માટેની લડાઈ લડશે.

અમૃતાએ કહ્યું કે, “મારા શરીરમાં હવે એક બાળક છે. હું એ સુનિશ્ચિત કરીશ કે મારું બાળક મારી લડાઈને આગળ વધારે. સાથે જ એક એવા દેશ માટે અભિયાન ચલાવે જ્યાં કોઈ પણ વ્યક્તિ કોઈને પણ પ્રેમ કરી શકે.” અમૃતાના પિતાએ આશંકા વ્યક્ત કરી છે કે તેમની દીકરીનું અપહરણ કરીને પોતાનાથી દૂર લઈ જવાઈ શકે છે. તેમણે સુરક્ષાની માગણી કરી છે.

(5:10 pm IST)