Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

માર્કેટમાં ટોમેટો સોસની ડિમાન્ડ વધવાથી આ વ્‍યવસાયમાં ઝંપલાવીને મોટી કમાણી કરી શકાયઃ સરકાર દ્વારા લોનની પણ સુવિધા

આપણે ત્યાં કહેવત છે ‘કરી કરીને નો કરી તે નોકરી’ દરેક વ્યક્તિની પહેલી ઇચ્છા તો બિઝનેસ કરવાની જ હોય છે પરંતુ પછી બીજા ઓપ્શન તરીકે તે જોબ કરતો હોય છે. જોકે પૂરતા બજેટની અછતથી લઈને સાહસ કરવાનો આત્મવિશ્વાસ અને બિઝનેસ માટે જરુરી બીજી કુનેહના અભાવે મોટાભાગના લોકોનું સપનું અધુરું રહી જાય છે. જોકે આજે અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવીશું જેમાં વધુ ઇન્વેસ્ટમેન્ટની જરુર પણ નથી અને માર્કેટમાં તમારી પ્રોડક્ટની હંમેશા ડિમાંડ હોવાના કારણે તમારો બિઝનેસ ખૂબ ઝડપથી દોડવા લાગે તેવા પૂરા ચાંસ છે.

આ સાથે બીજી મોટી વાત એ છે કે આ બિઝનેસ માટે સરકાર તરફથી તમને મદદ પણ મળે છે. બિઝનેસ શરૂ કરવા માટે સરકાર લોન માટે મદદ કરે છે. ત્યારે ચાલો જાણીએ કે આ બિઝનેસ ક્યારે, કેવી રીતે શરૂ કરી શકાય અને તેના માટે કેટલા રુપિયાનો ખર્ચ તમારે કરવાનો રહેશે, કેટલા સરકાર આપશે અને કેટલી કમાણી થશે…

હાલ માર્કેટમાં ટોમેટો સોસની ખૂબ ડિમાન્ડ છે અને આ ડિમાન્ડ ક્યારેય ઓછી થવાની નથી. જેથી આ બિઝનેસ હંમેશા માટે એવરગ્રીન છે. મોટાભાગના ફાસ્ટ ફૂડથી લઈને આજકાલ ઘરોમાં પણ નાસ્તામાં ટોમેટો સોસ ખૂબ છૂટથી વપરાય છે.

કેન્દ્રની પ્રધાનમંત્રી મુદ્રા સ્કીમ અંતર્ગત તમને બિઝનેસ શરૂ કરવા માટે સરકાર લોન આપે છે. આ લોન કયા પ્રકારના પ્રોજેક્ટમાં મળી શકે તેની માહિતી માટે મુદ્રા લોનની વેબસાઇટ પર જુદા જુદા પ્રોજેક્ટ પ્રોફાઇલની માહિતી પણ આપવામાં આવી છે. તે અનુસાર જો તમે ટોમેટો સોસનું મેન્યુફેક્ચરિંગ યુનિટ શરુ કરવા માગો છો તો તેના માટે તમારે પોતાને રુ. 1 લાખ 95 હજારનું રોકાણ કરવું પડશે. જ્યારે રુ. 1.50 લાખ ટર્મ લોન અને લગભગ 4.36 લાખ રૂપિયા વર્કિંગ કેપિટલ લોન સરકાર આપશે. તેથી પ્રોજેક્ટની કુલ કોસ્ટ લગભગ રુ. 7.82 લાખ રૂપિયા જેટલી આવશે.

મુદ્રા લોનની વેબસાઇટ પર દર્શાવવામાં આવેલ પ્રોજેક્ટ રિપોર્ટ મુજબ આ પ્રોજેક્ટથી તમે એક વર્ષમાં લગભગ 30 હજાર કિલોગ્રામ ટોમેટો સોસ તૈયાર કરી શકો છો અને તેના પર વાર્ષિક પ્રોડક્શન કોસ્ટ તરીકે લગભગ 24 લાખ 37 હજાર રૂપિયા લાગે, જ્યારે આ 30 હજાર કિલોગ્રામ સોસ તમે 95 રૂપિયા પ્રતિ કિલોગ્રામના રેટથી બજારમાં સપ્લાય કરો છો તો તમારું વાર્ષિક ટર્નઓવર 28 લાખ 50 હજાર રૂપિયા થશે. એટલે તમને લગભગ 4 લાખ 12 હજાર રૂપિયાની ઇનકમ થશે. જે આગામી વર્ષથી વધી જશે. ઇન્ડસ્ટ્રીના અંદાજ મુજબ જો તમારી પ્રોડક્ટ સારી ક્વોલિટીની હોય તો તમને બીજ જ વર્ષથી બમણો ઓર્ડર મળી શકે છે અને આવક પણ ડબલ થઈ શકે છે.

(5:06 pm IST)
  • દીવ - દમણના કોંગી પ્રમુખ કેતન પટેલની મુંબઈમાં ધરપકડ : દમણ - દીવ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલની મુંબઈથી ધરપકડ : પોલીસ કેતન પટેલને આજે કોર્ટમાં રજૂ કરશે : તેના પર એક કંપનીના મેનેજર પાસે ખંડણી માંગવાનો આરોપ છે access_time 1:37 pm IST

  • ડાંગ જીલ્લામાં સાપુતારા અને વધઈમાં ૧ ઈંચ વરસાદ access_time 11:43 am IST

  • સુરત:કોસંબા પો.સ્ટે વિસ્તારમાં ઝડપાયો વિદેશી દારૂ:સુરત જીલ્લા LCBએ નેશનલ .હાઇવે ૮ ઉપર પીપોદરા વિસ્તારમાં ઝડપી પાડ્યો વિદેશી દારૂ: આઈશર ટેમ્પા ઉપર તાડપત્રી ઢાંકી સંતાડયો હતો દારૂ: ૪ લાખથી વધુનો વિદેશી બનાવટનો અલગ અલગ બ્રાન્ડ વિદેશી દારૂ તેમજ આઈશર ટેમ્પો કર્યો કબ્જે:પોલીસે ૧૧ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી: ડ્રાઇવરને ભાગેડુ જાહેર કરી વધુ તપાસ હાથધરી. access_time 10:45 pm IST