Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

મોદી સરકારે ચાર વર્ષમાં ૨,૪૨૦ કાયદાઓ

નાબુદ કરી નાંખ્યા : RTIમાં ખુલાસો

નવી દિલ્હી તા. ૨૦ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે છેલ્લા ચાર વર્ષમાં હવે દેશનાં ૨,૪૨૦ જેટલાં કેન્દ્રિય કાયદાઓ રદ કરી નાંખ્યા છે. આ કાયદાઓ એવા હતા કે, જેનો હવે કોઇ ઉપયોગ નથી અથવા કામના નથી. માહિતી અધિકારનાં કાયદા (૨૦૦૫) હેઠળ માંગવામાં આવેલી એક માહિતીમાં આ વાતનો ખુલાસો થયો છે.

ઉત્તર પ્રદેશનાં લખનઉના રહેવાસી અને માહિતી અધિકાર કાર્યકર્તા નુતન ઠાકુરે માહિતી અધિકારના કાયદા હેઠળ કાયદા વિભાગ (લેજીસ્લેટિવ ડિપાર્ટમેન્ટ) પાસે માહિતી માંગી હતી. આ માહિતી અરજીના જવાબમાં માહિતી અધિકારીએ માહિતી આપી હતી.

આ માહિતી મુજબ, શરૃઆતમાં રિપીલીંગ એન્ડ એમેન્ડમેન્ટ એકટ, ૨૦૧૫ અંતર્ગત ૩૫ કાયદાઓ રદ કરવામાં આવ્યા હતા. આ પછી ૨૦૧૫માં ૯૦ કાયદાઓ રદ કરવામાં આવ્યા અને ૨૦૧૬ના વર્ષમાં ૧,૦૫૦ કાયદાઓ રદ કરવામાં આવ્યા. ૨૦૧૭ના વર્ષમાં ૨૪૫ કાયદાએ નાબુદ કરવામાં આવ્યા.જુના કાયદાઓ કે જેનો હવે કોઇ ઉપયોગ નથી કે કામના નથી તે કાયદાઓને રદ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે સભ્યોની એક સમિતિની રચની કરી હતી. આ માટે લો-કમિશને એક અહેવાલ કેન્દ્ર સરકારને આપ્યો હતો. આ સિવાય, વિવિધ મંત્રાલયો અને વિભાગોએ પણ કેન્દ્ર સરકારને આ કાયદાઓ રદ કરવા માટે ભલામણો કરી હતી. આ તમામ અહેવાલના આધારે કેન્દ્ર સરકારે છેલ્લા ચાર વર્ષમાં ૨,૪૨૦ કાયદાઓ નાબુદ કર્યા.(૨૧.૨૮)

(4:12 pm IST)