Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

મેઘાલયના આ ગામમાં બધા લોકો એકબીજાને સીટી મારીને બોલાવે છે

નવી દિલ્હી તા ૨૦ : મેઘાલયના જંગલમાં કોન્ગથોન્ગ જામનું ગામ છે. જંગલની વચાળે આવેલા આ ગામમાં તમને અલગ અલગ પ્રકારની ીસ્સોટીઓની ગુંજ સંભળાશે. બહારના લોકો આ અવાજને પંખીઓનો અવાજ સમજી લે છે , પરંતુ આ સિસોટીઓ ગામમાં એકબીજાને બોલાવવા માટે વાગતી હોય છે. કદાચ બહારના લોકોને આ અચરજ પમાડનારું લાગે, પરંતુ અંહીની આ  જ પરંપરા છે. એકબીજાને ખાસ સીટી કે ધુન ગાઇને સંબોધવાની અહીંના લોકોની ખાસિયત છે. જેમ આપણે ત્યાં જવજાત બાળકનું નામ પડે એમ કોગ્થોન્ગ અને આસપાસના કેટલાક ગામોમાં નવજાત બાળકને બોલાવવા માટે ખાસ સંગીતની ધૂન બને છે. ત્યારબાદ બધા જ લોકો એ પ્રકારે વ્હિસલિંગ કરીને ન બાળકને બોલાવે છે. હવે. અંહીના લોકોનું પરંપરાગત નામ પાડવાનું શરૂ થયું છે, પરંતુ એનો ઉપયોગ ભાગ્યે જ કરે છે. દોસ્તો સાથે બહાર રમી રહેલા બાળકને બોલાવવા માટે તેની મા ખાસ સીટી વગાડીને જ બોલાવે છે. જયારે લોકો એકબીજાથી નારાજ હોય ત્યારે જ તેમના વાસ્તવિક નામથી બોલાવવામાં આવે છે. કોન્ગથોન્ગ ગામ સુધી પહોંચવા માટે ઘણા કલાકો જંગલમાં કઠિન યાત્રા કરીને જવું પડે છે. એટલે અહીં પ્રથામીક સુવિધાઓ પહોંચવામાં ઘણી વાર લાગી છે. માંડ ૨૦૧૩ માં આ ગામને શહેર સાથે જોડતી કાચી સડક બની છે.

વ્હિસલિંગ કરીને સંબોધવાની આ પરંપરા કેવી રીતે બની એ વિશે તો લોકોને ખબર નથી, પરંતુ આ પરંપરાને લોકો હજીયે જાળવી રહ્યા છે. જોકે હવેના બાળકોના નામની ગ્નિેચર ધૂન બોલીવૂડ ગીતો પરથી પ્રરિત હોય છે. આવી સંગીતમય નામ રાખવાની પરંપરા તુર્કીના ગિરેસુન પ્રાંતમાં પણ છે. સ્વીડન અને જોર્વેના કેટલાક પર્વતીય વિસ્તારોમાં પણ આવી પરંપરા છે.

(3:12 pm IST)