Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

તામિલનાડુના વિદ્યાર્થીઓએ બનાવી સાઇકલ બોટ

ચેન્નાઇ તા.૨૦: તામિલનાડુના સાલેમ જિલ્લાની પોલિટેકિનક કોલેજના બે સ્ટુડન્ટ્સે એક અનોખી ચીજની શોધ કરી છે. તમીઝકુમારન અને ગુણા નામના બે વિદ્યાર્થીઓએ એક બોટ શોધી છે જે સાઇકલ જેવી મેકેનિઝમ પર કામ કરે છે. આ બોટ બનાવવા માટે થોડીક પ્લાસ્ટિકની પાઇપ્સ, ટયુબ, હેન્ડબાર અને સાઇકલની જેમ પેડલ મારવાનું ચકરડું વપરાયું છે. આ સાઇકલ બોટ બનાવવાનો પ્રોડકશન -ખર્ચ માત્ર ૩૦૦૦ રૂપિયા છે. આ સાઇકલ બોટને પેડલ મારવાથી બે પાંચ હલે છે અને એનાથી બોટ આગળ ધપે છે. વરસાદના સમયમાં નદી પાર કરવા માટે આવી હોડીનો ઉપયોગ થઇ શકે છે.

(2:59 pm IST)