Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

દિલ્હીની પ્રદૂષિત હવામાં આંખોને નુકસાન

નવી દિલ્હી તા ૨૦ : દિલ્હીની હવામાં પ્રદૂષણને કારણે આંખોની બીમારીઓ વધી રહી છે. દિલ્હીમાં આવેલી સેન્ટર ફોર સાઇટ નામની સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, લાંબા વખત સુધી દિલ્હીના પ્રદૂષણની અસર થતી રહે તો સિમ્પલ એલર્જીથી કેન્સર સુધી અને બીમારીઓનું જોખમ તોળાયેલું રહે છે. પ્રદૂષણની રસાયણિક અસરો એટલી તીવ્ર છે કે વ્યકિત જોવાની ક્ષમતા ગુમાવી શકે છે. વાહનોના ધુમાડામાં રહેલા કાર્બન મોનોકસાઇડ અને નાઇટ્રોઓકસાઇડ તેમ જ કારખાનામાંથી નીકળતો સલ્યર મિશ્રીત વાયું આંખો અને શ્વાસની બીમારીઓ વધારે છે. દિલ્હીમાં વેલ્ડિંગના સ્પાર્કને કારણે આંખોના પડદાને  નુકસાનની અને લાંબા વખત સુધી કમ્પ્યુુટર પર કામ કરવાને લીધે આંખોની વ્યાધિઓની ફરિયાદો ભરપુર પ્રમાણમાં મળે છે. કલાકો સુધી (મ્પ્યુજ્ઞર કામ કરતા રહેવાને કારણે લોકોના પાંપણના પલકારા ઓછા થઇ જતા હોવાથી પ્રદૂષણની સીધી અસર થવા ઉપરાંત સુર્યના અઈટવાયલેટ કિરણો આંખોને અતિશય નુકસાન કરે છે. લાઇફ-સ્ટાઇલ ની વ્યાધિઓને પ્રદુષણ તીવ્ર બનાવે છે. દેશના પાટનગરમાં છેલ્લા એકાદ દાયકામાં ઓફથેલ્મોલોનિસ્ટ્સ પ્રકારની બીમારીઓના ઉપચાર કરતા રહે છે અને નવા દરદીઓ આવતા રહે છે.

(2:56 pm IST)