Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

દેશના દર ત્રીજા પરિવારમાં શોપિંગ પર લાગી બ્રેક

સર્તમાં થયેલો ખુલાસોઃ પેટ્રોલ અને ડિઝલ મોંધા થવાની અસર

નવીદિલ્હી, તા.૨૦: તહેવારની સીઝનોમાં થોડાક મહિનાઓ બાકી છે. આ સમયે ભેટ અને ઘરને શણગારવા માટે નવી નવી આઇટમો ખરીદવા માગે છે. પરંતુ પેટ્રોલ-ડિઝલની હાલની સમયમાં વધુ પડતા લોકોની ઇચ્છા બ્રેક લગાવી દિધી છે. ખાસ કરીને મીડિયમ વર્ગ માટે  માથાના દુઃખાવા સમાન છે. આ માહોલમાં 'લોકલ સર્કર્લ્સ' અને બીટી માટે સર્વ કરાવ્યો છે. તેમાં ખરીદદારોનો મુડ જોવામાં આવ્યો છે. સર્વમાં સામે જોવા મળી રહ્યું છે. કે ૩૦ ટકા ઘરેલુ લોકોને તેમના બહારના ખર્ચમાં કાપ મુકયો છે. જેમ કે મોંધી નુસાફરી, બહારનું જમવાનું અને શોપિંગ બીજી બાજુનું ૮ ટકા આ પ્રકારનો કાપ મૂકવામાં આવી રહ્યો છે.

૧૧ ટકા લોકોને ૫ બ્લિક ટ્રાન્સપોર્ટ તેમજ ગાડી પુલ થવા માટે મજબુર થવું પડયું. જો કે ૫૧ ટકા લોકોએ પોલમાં કહ્યું કે પેટ્રોલની વધારો તેના પર કોઇ ફરક પડયો નથી. આ સર્વમાં દેશના ૨૨૦ ખુલ્લામાં ૧૫ હજારથી વધુ લોકો સામેલ થયા. સર્વેમાં ૩૮ હજારથી વધું મત પડયા.

આ સર્વેમાં જાણવા મળ્યું કે આ તહેવાર કંઇ પણ નહી અથવા જરૂરીયાત મુજબની વસ્તુઓની જ ખરીદી કરશે. લોકો ખેંચતાણની સ્થિતિમાં છે. જો આવકમાં વધારો થશે તો ખર્ચ કરશે.

(1:39 pm IST)