Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

જોબ માર્કેટમાં તેજીઃ ઓનલાઇન હાયરિંગમાં ૧૭ ટકાનો વધારો

નવી દિલ્હી તા. ર૦ : જોબ વેબસાઇટ naukri.com ના અહેવાલ મુજબ ઓગસ્ટ મહિનામાં ઇન્સ્યોરન્સ, કન્સ્ટ્રકશન અને એન્જિનિયરીંગ સેકટર્સમાં ઓનલાઇન હાયરિંગનું પ્રમાણ ૧૭ ટકા વધારે નોંધાયા બાદ આગામી મહિનાઓમાં જોબ માર્કેટમાં જબરી તેજી રહેવાની શકયતા છે. નોકરી જોબ સ્પીક ઇન્ડેકસ ર૦૧૭ ના ઓગસ્ટ મહિનામાં ૧૮પ૧ હતો અને ર૦૧૮ ના ઓગસ્ટ મહિનામાં ર૧૬૧ હતો. એ રીતે ઇન્ડેકસમાં ૧૭ ટકાનો વધારો નોંધાયો છે. રિક્રુટમેન્ટ એકિટવિટીઝનુ પ્રમાણ આખા વર્ષમાં ઇન્સ્યોરન્સ સેકટરમાં ૬૮ ટકા કન્સ્ટ્રકશન/એન્જિનીયરીંગ ઇન્ડસ્ટ્રીઝમાં બાવીસ ટકા તથા ઓઇલ એન્ડ ગેસ ઇન્ડસ્ટ્રીમાં ૩૬ ટકા વધ્યું હતું. જોબ સ્પીક ઇન્ડેકસ છેલ્લા કેટલાક મહિનાથી સતત વધેછે. અને આગામી મહિનાઓમાંં હજી વધવાની શકયતા વેબસાઇટના અધિકારીઓએ દર્શાવી હતી.

અધિકારીઓઅ જણાવ્યા અનુસાર ઇન્ફર્મેશન ટેકનોલોજી (ત્વ્) સિવાયના ઓટોમોબાઇલ, ઓટોમોબાઇલ એન્સિલિયરી, રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રકશન અને અન્ય ક્ષેત્રોની ગતિવિધીઓને નિહાળતા ્યત્ તથા બીજા સંબંધિત ક્ષેત્રોમાં ધીમો પણ સતત સુધારો થઇ રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યા મુજબ કામગીરીનો ત્રણેક વર્ષનો અનુભવ ધરાવતા નવોદિતો માટે નોકરીના અવસરોની માગ ૧૯ ટકા વધી છે. ૪ થી ૭ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો અને ૮ થી ૧ર વર્ષનો અનુભવ ધરાવતા લોકો માટે મિડમેનેજમેન્ટ રોલની જોબ માર્કેટમાં અનુક્રમે ૧૭ ટકા અને ૧પ ટકાનો વધારો થયો છે. ૧૬ વર્ષથી વધારે અનુભવ ધરાવતા ઉમેદવારો માટે લીડરશીપ રોલની જોબ માર્કેટમાં ૧૧ ટકાનો વધારો નોંધાયો છે.(૬.૬)

(11:08 am IST)