Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

તેલંગાણા ઓનરકિલિંગના CCTV, સસરાએ સરાજાહેર દીકરી - જમાઇને રહેંસી નાખ્‍યા

પરિવારની મરજી વિરૂધ્‍ધ જઇને પ્રેમલગ્ન કરનાર યુગલ પર હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્‍યા

હૈદ્રાબાદ તા. ૨૦ : પરિવારની મરજી વિરુદ્ધ જઇને પ્રેમલગ્ન કરનાર યુગલ પર હુમલાના સીસીટીવી ફુટેજ સામે આવ્‍યા છે. ઘટના હેદરાબાદની છે,

સપ્તાહ પહેલા લગ્ન કરનારા યુવતીના પિતાએ સરાજાહેર ધોળા દિવસે ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવકનું ઘટના સ્‍થળે જ મોત નીપજયું હતું, જયારે યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

તેલંગણામાં સંજીવ રેડ્ડી નગરમાં એર્રાગોડ્ડામાં પ્રેમી યુગલ પોતાના ટૂ વ્‍હીલરમાં બેસી બહાર જવાની તૈયારી કરી રહ્યું હતું, આ દરમિયાન યુવતીના પિતા મનોહર પણ પોતાની બાઇક લઇને ત્‍યાં પહોંચી ગયો અને બેગમાંથી એક હથિયાર કાંઢી હુમલો કર્યો હતો.

CCTV ફુટેજમાં દેખાઇ રહ્યું છે કે યુવતીના પિતા મનોહરે પોતાનું મોટરસાઇકલ ઉભું રાખ્‍યું અને બેગમાંથી દાંતરડા જેવું એક હથિયાર બહાર કાઢ્‍યું. ત્‍યારબાદ તુરંત તેણે પહેલો વાર જમાઇ પર કર્યો.

પતિ પર હુમલો રોકવા હુમલાખોર મનોહરની પુત્રી વચ્‍ચે પડી હતી. આરોપી મનોહરે તેના પર પણ હુમલો કર્યો હતો.

એક પછી એક ત્રણ વાર કર્યા બાદ યુવક ત્‍યાંજ ઢળી પડ્‍યો. આ દરમિયાન પુત્રીએ પિતાને રોકવાના પ્રયાસ કર્યો પરંતુ પિતા મનોહરે પુત્રી પર વાર કરવાનું શરૂ કર્યું.

આ દમરિયાન રસ્‍તે જતાં લોકોએ મનોહરને રોકવાનો નિષ્‍ફળ પ્રયાસ પણ કર્યો હતો. ઘટના બાદ પ્રેમી યુગલને નીલમા હોસ્‍પિટલમાં ભરતી કરવામાં આવ્‍યા છે. યુવતીની હાલત વધુ ગંભીર હોવાનું બહાર આવતાં તેણીને યશોદા હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવી છે.

 

(11:02 am IST)
  • સુરત:પાટીદાર સમાજના દિગ્ગજ ધીરુભાઈ ગજેરાનું કોંગ્રેસમાંથી રાજીનામુ:કોંગ્રેસ મોવડી મંડળથી નારાજ ગજેરાએ રાજીનામુન આપ્યું :હાલ ધીરુભાઈ ગજેરા કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ : ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે ધીરુભાઈ ગજેરા :કોંગ્રેસમાંથી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડ્યા હતાં access_time 9:53 pm IST

  • ગિરીમથક સાપુતારા ખાતે ગઈકાલે ધોધમાર વરસાદ : સાપુતારા ખાતે વરસાદ પડતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ : વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 3:05 pm IST

  • ગિરીમથક સાપુતારા ખાતે ગઈકાલે ધોધમાર વરસાદ : સાપુતારા ખાતે વરસાદ પડતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ : વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 12:26 pm IST