Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

શત્રુધ્‍ન સિન્‍હાનું પત્તુ કપાશે : પટણા સાહિબથી સુશીલ મોદી BJPના ઉમેદવાર

લોકસભા ચૂંટણી નજીક છે અને બિહારમાં રાજકારણમાં ખૂબ ગરમાવો આવી ગયો છે : એનડીએમાં સીટોની વહેંચણી અને ઉમેદવારો પર હજુ અધિકૃત કોઇ જાહેરાત થઇ નથી

પટણા તા. ૨૦ : લોકસભા ચૂંટણી નજીક છે અને બિહારમાં રાજકારણમાં ખુબ ગરમાવો આવી ગયો છે. એનડીએમાં સીટોની વહેંચણી અને ઉમેદવારો પર હજુ અધિકૃત કોઈ જાહેરાત થઈ નથી. પરંતુ બહુ જલદી આ અંગે જાહેરાત કરવામાં આવશે. હાલમાં જ ભાજપ અને જેડીયુ તરફથી કહેવામાં આવ્‍યું કે હવે બહુ જલદી સીટ શેરિંગને લઈને વાત સ્‍પષ્ટ થઈ જશે. કેટલીક સીટોને લઈને પણ ખુબ જોડ તોડનું રાજકારણ રમાઈ રહ્યું છે. જેમાં પટણા સાહિબની સીટ ખુબ મહત્‍વની છે.

હાલમાં પટણા સાહિબ બેઠક પરથી ભાજપના બળવાખોર નેતા શત્રુઘ્‍ન સિન્‍હા સાંસદ છે, પંરતુ એ વાત લગભગ સ્‍પષ્ટ થઈ ગઈ છે કે આ વખતે ભાજપ તરફથી પટણા સાહિબ સીટ પરથી શત્રુઘ્‍ન સિન્‍હા ચૂંટણી લડશે નહીં. ભાજપના સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ પટણા સાહિબ લોકસભા સીટ પરથી સુશીલકુમાર મોદીને ટિકિટ અપાઈ શકે છે.

અત્રે જણાવવાનું કે વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી બાદ શત્રુઘ્‍ન સિન્‍હાને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્‍યાં નહતાં. ત્‍યારબાદ શત્રુઘ્‍ન સિન્‍હાએ પોતાની હળવી નારાજગી વ્‍યક્‍ત કરી હતી. આ બાજુ અનેક રાજયોની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમનું નામ સ્‍ટાર પ્રચારક તરીકે સામેલ કરાયું નહતું. ત્‍યારબાદથી સિન્‍હાએ પોતાની નારાજગી ખુલ્લેઆમ દર્શાવવા માંડી હતી.

છેલ્લા એક વર્ષથી તેઓ ભાજપ સરકાર વિરુદ્ધ અનેક અવસરો પર પોતાના નિવેદનો આપી ચૂક્‍યા છે. જો કે લોકસભા ચૂંટણી નજીક હોવા છતાં શત્રુઘ્‍ન સિન્‍હાએ અધિકૃત રીતે કોઈ જાહેરાત કરી નથી કે તેઓ ભાજપ તરફથી ચૂંટણી લડશે કે પછી કોઈ પાર્ટી તરફથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે.

જો કે શત્રુઘ્‍ન સિન્‍હાએ અનેક અવસરો પર એવા સંકેત આપ્‍યા છે કે તેઓ ભાજપ સિવાય કોઈ અન્‍ય પાર્ટી જોઈન કરી શકે છે. આ દરમિયાન તેમણે આરજેડી તરફ નીકટતા ખુલ્લેઆમ દર્શાવી હતી અને તેજસ્‍વી યાદવના ખુલીને વખાણ કર્યા હતાં. ત્‍યારબાદથી એવી ચર્ચાઓ થઈ રહી છે કે શત્રુઘ્‍ન સિન્‍હા લોકસભા ચૂંટણી ૨૦૧૯માં શું નિર્ણય લેવાના છે.

શત્રુઘ્‍ન સિન્‍હાએ પટણા સાહિબ સીટથી જ ૨૦૧૯માં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પરંતુ ભાજપ તરફથી લગભગ એવું સ્‍પષ્ટ થઈ ગયું છે કે તેમને ભાજપમાંથી ટિકિટ અપાશે નહીં. પટણા સાહિબ સીટ માટે ભાજપના અનેક નેતાઓના નામ સામે આવ્‍યાં છે. પરંતુ ભાજપના સૂત્રો દ્વારા કહેવાયું છે કે આ સીટ માટે ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ મોદીને ટિકિટ અપાઈ શકે છે.

જો કે અત્રે જણાવવાનું કે સુશીલ મોદી એપ્રિલ ૨૦૧૮માં બિહાર વિધાન પરિષદ માટે નામાંકિત થયા હતાં. પરંતુ વર્તમાન સ્‍થિતિમાં ભાજપ પોતાની રણનીતિમાં ફેરફાર કરી શકે છે. કારણ કે શત્રુઘ્‍ન સિન્‍હા પટણા સાહિબથી સતત ચૂંટણી જીતતા આવ્‍યાં છે. આવામાં તેમના વિરુદ્ધ કોઈ મજબુત ઉમેદવારની જરૂર નિヘતિ પણે જણાય છે.

(11:03 am IST)
  • મહિસાગર જિલ્લામાં સંતરામપુર - વીરપુર તા.માં સ્વાઈન ફલુના ૬ પોઝીટીવ કેસમાંથી ૩ના મોત : જીલ્લાના વીરપુરની મામલતદાર કચેરીના ૩ કર્મચારીને એક સાથે સ્વાઈન ફલુ થયેલ : બે કર્મચારીના મોત : ગુજરાતભરમાં ચારેકોર ડેન્ગ્યુ, વાયરલ અને સ્વાઈન ફલુ સહિતના રોગોનો ભરડો access_time 3:05 pm IST

  • નાની બચત યોજનાના વ્યાજ દર વધ્યા : પીપીએફ- એનએસસી ઉપર ૮ ટકા જયારે કેવીપી ઉપર ૭.૭ ટકા વ્યાજ મળશેઃ સુકન્યા સમુધ્ધિ યોજનામાં ૮.૫ ટકા વ્યાજ મળશેઃ પીપીએફ તથા એનએસસી પર વ્યાજનો દર ૭.૬ ટકાથી વધારી ૮ ટકા કરાયોઃ ૧ ઓકટોબર થી ૩૧ ડિસેમ્બર સુધીમાં રોકાણ કરનારને મળશે લાભ access_time 1:37 pm IST

  • સુરત:કોસંબા પો.સ્ટે વિસ્તારમાં ઝડપાયો વિદેશી દારૂ:સુરત જીલ્લા LCBએ નેશનલ .હાઇવે ૮ ઉપર પીપોદરા વિસ્તારમાં ઝડપી પાડ્યો વિદેશી દારૂ: આઈશર ટેમ્પા ઉપર તાડપત્રી ઢાંકી સંતાડયો હતો દારૂ: ૪ લાખથી વધુનો વિદેશી બનાવટનો અલગ અલગ બ્રાન્ડ વિદેશી દારૂ તેમજ આઈશર ટેમ્પો કર્યો કબ્જે:પોલીસે ૧૧ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી: ડ્રાઇવરને ભાગેડુ જાહેર કરી વધુ તપાસ હાથધરી. access_time 10:45 pm IST