Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

અમેરિકા : મિડલટનમાં સોફટવેર કંપનીની ઓફિસમાં હુમલો : ત્રણ ઘાયલ : હુમલાખોર ઠાર

હુમલો એવો હતો કે જાણે કોઇ બોમ્‍બ પડયો હતો

ન્‍યૂયોર્ક તા. ૨૦ : અમેરિકાના રાજય વિસ્‍કોન્‍સિનમાં બુધવારે ફાયરિંગની એક ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. શિકાગો ટ્રિબ્‍યુન વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે વિસ્‍કોન્‍સિનની રાજધાની મૈડિસન નજીક આવેલા મિડલટન શહેરની એક સોફટવેર કંપનીમાં હુમલો થયો હતો. પોલીસની કાર્યવાહીમાં શંકાસ્‍પદ હુમલાખોર ઠાર મરાયો હતો.

મિડલટન પોલીસ પ્રમુખ ચક ફોલ્‍કેના જણાવ્‍યા પ્રમાણે બુધવારે સવારે ૧૦.૨૫ વાગે (સ્‍થાનિક સમય અનુસાર) સોફટવેર કંપની ડબ્‍લૂટીએસ પૈરડાઇમ ઉપર હુમલો થયો હતો. ઇમારતમાં અત્‍યારે કોઇ સંદિગ્‍ધ બાકી નથી. શહેરના મેયર માઇક ડેવિસે શરૂઆતમાં જણાવ્‍યું હતું કે, શુટિંગમાં ચાર લોકો ઘાયલ થયા છે પરંતુ તેમણે અને પોલીસ અધિકારીઓએ ઘાયલોની સાચી સંખ્‍યાની પુષ્ટી કરી હતી.

પોલીસ પ્રમુખ ફોલ્‍કેના જણાવ્‍યા પ્રમાણે હુમલા સમયે સીલ કરવામાં આવેલા વિસ્‍તારને ફરીથી ખોલી દેવામાં આવ્‍યો છે. તેમણે એ જાણકારી આપી નથી કે, હુમલાખોર  કેવી રીતે ઘુસ્‍યો છે અને કોણ હતો. પોલીસના જણાવ્‍યા પ્રમાણે આ અંગે વધુ તપાસ હાથધરી છે.

ડબ્‍લૂટીએસ પૈરડાઇમમાં કામ કરનારા જૂડી લેહમર્સના જણાવ્‍યા પ્રમાણે પોતાના ડેસ્‍ક ઉપર કામ કરતી તહી. તેમને સવારે ૧૦ વાગ્‍યે ગોળિયોનો અવાજ સાંભળાયો હતો. હુમલ એવો હતો કે, જાણે કોઇ બોમ્‍બ પડ્‍યો હતો. ખુબ જ તેજ અવાજ હતી.

તે દોડીને ઇમારતની બહાર નીકળી ગઇ હતી. તેણે વધુમાં જણાવ્‍યું હતું કે, મેં પાછળ વળીને જોયું જ થી.એ સમય સમજ ન્‍હોતું આવતું કે, ત્‍યાંથી ભાગુ કે ક્‍યાં સંતાવું.

 

(10:59 am IST)