Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

હવામાં હતી જેટ એરવેઝની ફલાઈટઃ યાત્રિકોના નાક-કાનમાંથી નિકળવા લાગ્‍યુ લોહીઃ મુંબઈ-જયપુર વચ્‍ચે ઉડતા વિમાનની ઘટના

ફલાઈટમાં કેબીન પ્રેસર સંતુલીત કરતી સ્‍વીચ દબાવવાનું ક્રૂ ભૂલી જતા ૧૬૬માંથી અનેક મુસાફરોને લોહી નિકળ્‍યુ-માથામાં દુખાવો શરૂ થયો : ફલાઈટ મુંબઈ પાછી ફરીઃ એરપોર્ટ પર મુસાફરોનો ઈલાજઃ તપાસના આદેશોઃ ક્રૂને દૂર કરાયો

મુંબઈ, તા. ૨૦ : મુંબઈથી જયપુર વચ્‍ચેની જેટ એરવેઝની ફલાઈટ આજે સવારે યાત્રિકોના નાક અને કાનમાંથી લોહી નિકળવાની ઘટના બાદ મુંબઈ પાછુ ફર્યુ હતું. ડે. ડાયરેકટર જનરલ ઓફ સિવીલ એવિએશનના લલિત ગુપ્‍તાએ જણાવ્‍યુ છે કે, ક્રૂ કેબીનના પ્રેસરના જાળવી રાખતુ બટન દબાવવાનું ભૂલી જવાતા આવુ થયુ હતુ અને લોહી નિકળવાની અને માથુ દુઃખવાની ફરીયાદ આવી હતી. આ ઘટના બાદ ક્રૂને ફરજમાંથી દૂર કરવામાં આવ્‍યો છે અને એ.એ.આઈ.બી. એ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

મળતા અહેવાલો મુજબ ૧૬૬માંથી ૩૦ મુસાફરોના કાન-નાકમાંથી લોહી નિકળ્‍યા હતા અને માથાના દુઃખાવાની ફરીયાદ થઈ હતી. આ બધાનો ઈલાજ મુંબઈ એરપોર્ટ પર કરવામાં આવી રહ્યો છે.

આજે સવારે ક્રૂ કેબીનમાં પ્રેસર સંતુલીત કરવાવાળી સ્‍વીચ દબાવવાનું ભૂલી જવાતા ૧૬૬માંથી ૩૦ યાત્રિકોના નાક-કાનમાંથી લોહી નિકળવા લાગ્‍યુ હતું. ક્રૂની એક ભૂલને કારણે મુસાફરોને સહન કરવુ પડયુ હતું.

જેટ એરવેઝની મુંબઈ-જયપુર ફલાઈટ ટેકઓફ બાદ મુંબઈ પાછી લાવવી પડી હતી કારણ કે ટેકઓફ દરમિયાન ક્રૂ કેબીન પ્રેસરને જાળવી રાખવાની સ્‍વીચ દબાવવાનું ભૂલી ગયો હતો જેના કારણે મુસાફરોને લોહી નિકળ્‍યુ હતું.

(10:59 am IST)