Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ત્રણ તલાક મામલે વટહુકમ અસંવૈધાનિક :મુસ્લિમ મહિલાઓને ન્યાય નહિ મળે :સંગઠનોએ સુપ્રીમકોર્ટમાં અરજી કરવી જોઈએ

અસદુદ્દીન ઓવૈસીએસરકારના વટહુકમ મામલે કહ્યું કે સમાનતાના અધિકાર વિરૂદ્ધ છે.

 

નવી દિલ્હી :કેન્દ્રીય કેબિનેટે ત્રણ તલાક મામલે વટહુકમ લાવવાની જાહેરાત કરી છે.ત્યારે સરકારના વટહુકમને MIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમ મહિલા વિરોધી ગણાવ્યો છે.તેઓએ કહ્યું હતું કે સરકારના વટહુકમથી મુસ્લિમ મહિલાઓને ન્યાય નથી મળવાનો. સરકારનો વટહુકમ  અસંવૈધાનિક છે.

   ઔવેસીએ કહ્યું કે વટહુકમ સમાનતાના અધિકાર વિરૂદ્ધ છે. જેથી મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને મહિલા સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં વટહુકમના વિરોધમાં  અરજી કરવી જોઈએ.

(12:00 am IST)