Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

જેએનયુ વિદ્યાર્થી સંધના સભ્‍યો ‘‘દેશ વિરોધી'' : રક્ષા મંત્રી નિર્મલા

રક્ષા મંત્રી નિર્મલા સિતારમણ એ કહ્યું કે જવાહરલાલ નહેરૂ વિશ્વ વિદ્યાલય(જેએનયુ) વિદ્યાર્થી સંઘના સભ્‍યોને   ‘‘દેશ વિરોધી'' કહેવામાં એમને કોઇ હીચકીચાટ નથી. એમણે કહ્યું કે તે વિદ્યાર્થી સંઘ ચૂટણી દરમ્‍યાન પત્રિકાના માધ્‍યમથી ભારત વિરૂદ્ધ જંગ કરી રહ્યા હતા. અને ચૂંટણી પ્રચાર દરમ્‍યાન દેશ વિરોધી તાકાત-ચર્ચા-વિવાદો નું નેતૃત્‍વ કરતી હતી.

(12:00 am IST)
  • નવસારી પંથકમાં ભાજપમાં કડાકો : ૧૫ ભાજપી સભ્યોએ રાજીનામા ફગાવ્યા : વિજલપુર પાલિકામાં નારાજ ભાજપ સભ્યોનો મામલો : અસંતુષ્ટ ૧૫ ભાજપ સભ્યોએ પક્ષમાંથી રાજીનામુ આપ્યુઃ ૧૩ સભ્યોએ જિલ્લા કલેકટરને કરી અવિશ્વાસની દરખાસ્ત : દરખાસ્તને લઈને સભ્યોને અપાઈ હતી કારણદર્શક નોટીસ : નારાજગી બાદ રાજીનામા આપ્યા access_time 3:54 pm IST

  • અમરેલી : ધારી ગીરપૂર્વ વિસ્તારમાં છેલ્લા 11 દિવસમાં 11 સિંહો ના મોત:6 સિંહબાળ સહિત 11 સિંહોના મોતથી વનવિભાગ પણ ચિંતામાં :તમામ સિંહોના મોતનુ કારણ અલગ અલગ: ઈન્ફાઈટ તેમજ ઇન્ફેક્શનના કારણે મોતની સત્તાવાર જાહેરાત કરતુ વનવિભાગ.:વનવિભાગની ટીમ દ્વારા ગીરના સિંહોનુ અવલોકન શરૂ કરવામાં આવ્યુ:સિંહોના મોતથી સમગ્ર જીલ્લામાં અરેરાટી વ્યાપી access_time 10:52 pm IST

  • નાની બચત યોજનાના વ્યાજ દર વધ્યા : પીપીએફ- એનએસસી ઉપર ૮ ટકા જયારે કેવીપી ઉપર ૭.૭ ટકા વ્યાજ મળશેઃ સુકન્યા સમુધ્ધિ યોજનામાં ૮.૫ ટકા વ્યાજ મળશેઃ પીપીએફ તથા એનએસસી પર વ્યાજનો દર ૭.૬ ટકાથી વધારી ૮ ટકા કરાયોઃ ૧ ઓકટોબર થી ૩૧ ડિસેમ્બર સુધીમાં રોકાણ કરનારને મળશે લાભ access_time 1:37 pm IST