Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

પુત્રના સાસુ-સસરાની હત્યાના આરોપી ઇન્ડિયન અમેરિકન ૬૫ વર્ષીય દર્શન સિંઘને મોતની સજા ફરમાવાશેઃ ૩ વર્ષ પહેલા ૫૯ વર્ષીય રવિન્દરપાલ સિંઘ તથા રાજબીર કૌર ઉપર ગોળીબાર કરી મોત નિપજાવ્યુ હતુ

ફ્રેસ્નોઃ પુત્રના સાસુ તથા સસરાની હત્યા કરવાના આરોપસર ૩ વર્ષથી જેલવાસ ભોગવી રહેલા ઇન્ડિયન અમેરિકન ૬૫ વર્ષીય દર્શન સિંઘને સજા એ મોત થઇ શકે છે, તેવું ફ્રેસ્નો કાઉન્ટી ડીસ્ટ્રીકટ કોર્ટ ઓફિસએ સમાચાર સૂત્રોને જણાવ્યું છે.

દર્શન સિંઘએ ફ્રેસ્નો મુકામે પોતાના પુત્ર તથા પુત્રવધુના નિવાસ સ્થાનમાં રહેતા ૫૯ વર્ષીય રવિન્દરનાથ સિંઘ તથા રાજબીર કૌર ઉપર ગોળીબાર કરી તેઓની હત્યા કરી નાખ્યાનો આરોપ છે, જે માટે પ્રોપર્ટીનો ઝઘડો કારણભૂત હોવાનું માનવામાં આવે છે.

(10:38 pm IST)
  • રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ૨૨મીએ અમદાવાદની મુલાકાતે access_time 3:18 pm IST

  • એસટી વિભાગ દ્વારા લગ્નપ્રસંગે રાહતદરે બસ ફાળવાશે: વિજયભાઈ રૂપાણીના હસ્તે ફાળવાશે : ૪૫ નવી વોલ્વો બસ શણગારેલી મળશે access_time 3:19 pm IST

  • મહિસાગર જિલ્લામાં સંતરામપુર - વીરપુર તા.માં સ્વાઈન ફલુના ૬ પોઝીટીવ કેસમાંથી ૩ના મોત : જીલ્લાના વીરપુરની મામલતદાર કચેરીના ૩ કર્મચારીને એક સાથે સ્વાઈન ફલુ થયેલ : બે કર્મચારીના મોત : ગુજરાતભરમાં ચારેકોર ડેન્ગ્યુ, વાયરલ અને સ્વાઈન ફલુ સહિતના રોગોનો ભરડો access_time 3:05 pm IST