Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

'એન્ટ્રી ઇન્ડિયા' ગાઇડઃ અમેરિકાના ન્યુયોર્કમાં ૫ સપ્ટે.ના રોજ કરાયેલું વિમોચનઃ ભારતમાં રોકાણો માટેની વિશાળ તકો તથા વધી રહેલા આર્થિક વિકાસ દરની સમીક્ષા

ન્યુયોર્કઃ 'એન્ટ્રી ઇન્ડિયા' ગાઇડ. તાજેતરમાં પ સપ્ટે.ના રોજ યુ.એસ.માં એન્ટ્રી ઇન્ડિયા LLC, કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા, ન્યુયોર્ક તથા GOPIO ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ (GICC)ના સંયુકત ઉપક્રમે ન્યુયોર્ક કોન્સ્યુલેટ ઓફિસ ખાતે 'એન્ટ્રી ઇન્ડિયા'નું વિમોચન કરાયુ હતું. જે તકે ૧૦૦ જેટલા અગ્રણી વ્યાવસાયિકો હાજર રહ્યા હતા. આ પુસ્તકમાં ભારતમાં વ્યવસાય તથા રોકાણો માટેની વિપુલ તકો તથા વધી રહેલા આર્થિક વિકાસ દરની સમીક્ષા કરવામાં આવી છે તથા ભારતને ભવિષ્યના રોકાણકારોના હબ તરીકે વર્ણવાયુ છે.

આ તકે ઉપસ્થિત GOPIOના ચેરમેન ડો. થોમસ અબ્રાહમ, કોન્સ્યુલેટ ઓફિસના શ્રી દેવીપ્રસાદ મિશ્રા, એન્ટ્રી ઇન્ડિયાના સિનીયર પાર્ટનર શ્રી નવિન પાઠક સહિતનાઓએ પ્રાસંગિક ઉદ્બોધનો કર્યા હતા તથા વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોને પણ વતનમાં વિવિધ ઉત્પાદનો તથા વેચાણ માટેના કેન્દ્રો તથા સુવિધાઓ અંગે માર્ગદર્શન મળી શકે તેમ છે તેવું જણાવ્યું હતું. પુસ્તક અંગે વિશેષ માહિતી http://entryindia.com/India Bussiness and Travel Guide દ્વારા મળી શકશે. જે ટુંક સમયમાં મોબાઇલ એપ દ્વારા ઉપલબ્ધ કરાવાશે તેમ જણાવાયું હતું.

(10:36 pm IST)