Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ફ્લિપકાર્ટને જબરજસ્ત ટક્કર આપવા અેમેઝોન દ્વારા કાર્ડલેસ ઇઅેમઆઇનો વિકલ્પઃ વધારાના ચાર્જ વગર હપ્તાથી વસ્‍તુઓ ખરીદી શકાશે

 

નવી દિલ્હીઃ ફ્લિપકાર્ટને જબરજસ્ત ટક્કર આપવા માટે ઈ કોમર્સ કંપની Amazonએ હવે કાર્ડ લેસ EMIનો વિકલ્પ આપ્યો છે. આ વિકલ્પ દ્વારા ગ્રાહક ક્રેડિટ કાર્ડ વગર પણ EMI પર ખરીદી કરી શકે છે. આ ફીચરની મદદથી ગ્રાહકોને તહેવારોની સીઝનમાં EMI દ્વારા ખરીદી કરવામાં સહેલાઈ રહેશે. આ માટે કંપનીએ પોતાની વેબસાઇટ અને એપમાં એમેઝોન પે પર એક ખાસ ઓપ્શન અવેલેબલ કરાવ્યો છે.

ક્રેડિટ કાર્ડ નહીં હોય તો પણ નો કોસ્ટ EMI પર કરી શકશો ખરીદી

કંપનીના જણાવ્યા મુજબ ‘ગ્રાહક અમેઝોન પે દ્વારા ડિજિટલ ચૂકવણીના માધ્યમથી આ EMI સેવાનો લાભ ઉઠાવી શકશે. તેના માટે તેમને ફક્ત વન ટાઇમ સેટઅપ કરવાની જરુર પડશે અને ત્યાર બાદ ચેકઆઉટ વખતે પેમેન્ટ ઓપ્શનમાં ‘Amazon pay EMI’ સિલેકટ કરવાનો રહેશે. જે બાદ ગ્રાહકને 3થી 12 મહિનાના ઈઝી EMI ઓપ્શન મળશે. જે નો કોસ્ટ EMI હશે જેથી ગ્રાહકે પ્રોડક્ટના ભાવ કરતા કોઈપણ જાતનો વધારાનો ચાર્જ આપવો પડશે નહીં.’

તો જાણી લો આ પેમેન્ટ વિકલ્પ પસંદ કરવાની રીત….

– સૌથી પહેલા એ જાણી લો કે ‘Amazon pay EMI’ હાલ ફક્ત મોબાઇલ એપ પર જ ઉપલબ્ધ છે.

– આ પેમેન્ટ મોડ એકવારમાં ફક્ત એક જ સામાનની ખરીદી માટે એપ્લિકેબલ છે.

– ‘Amazon pay EMI’નો ઉપયોગ કરવા માટે ગ્રાહકે ઓછામાં ઓછી રુ.8000ની કિંમતની એક જ પ્રોડક્ટ લેવી પડે છે.

– EMI માટે ગ્રાહકોએ કોઈ પ્રકારની પ્રોસેસિંગ ફી અથવા કેન્સલેશન ચાર્જ નહીં લગાડવામાં આવે છે.

-‘Amazon pay EMI’ માટે ગ્રાહકોએ પોતાનું એમેઝોન અકાઉન્ટ, પાન કાર્ડ, આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ હોવું જોઈશે.

– આ જ રીતે ‘Amazon pay EMI’નો ઉપયોગ કરવા માટે તેમના એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ હોવું જોઈશે.

– ચેકઆઉટ સમયે કાર્ટમાં એકથી વધુ પ્રોડક્ટ, જ્વેલરી, ગિફ્ટ કાર્ડ અથવા ગ્લોબલ સ્ટોર્સની પ્રોડક્ટર ન હોવી જોઈએ.

Amazon pay EMI’ એકાઉન્ટ રજીસ્ટર કરવા આ સ્ટેપ ફોલો કરો

– તમારા સ્માર્ટફોનમાં એમેઝોન એપ ઓપન કરી તેમાં ‘Amazon pay EMI’ રજિસ્ટ્રેશન ઓપ્શન પર ક્લિક કરો

– હવે વેરિફિકેશન માટે તમારો પાન નંબર, આધાર કાર્ડ અથવા વર્ચ્યુઅલ આઈડી નંબરની ડિટેલ ફિલ અપ કરો.

-જે બાદ રજીસ્ટર મોબાઇલ નંબર પર એક OTP આવશે જેને એન્ટર કરતા વેરિફિકેશન પ્રોસેસ પૂર્ણ થશે.

– જે બાદ તમારી સ્ક્રિન પર તમને અપ્રુવ્ડ EMI કેટલના મળી શકે છે તેની એક લિમિટ આપવામાં આવશે.

– જે બાદ જ્યારે પણ આ લિમિટનો યુઝ કરશો ત્યારે દર મહિને EMI ભરવા માટે તમારું ડેબિટ કાર્ડ અથવા બેક અકાઉન્ટ નંબરની ડિટેલ આપવી પડશે.

 

(12:00 am IST)
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીનુ પોરબંદરમા આગમન:ખારવા સમાજ દ્વારા આયોજીત રામદેવજી મહાપ્રભજીના પ્રાગટ્ય મહોત્સવમા ઉપસ્થિત:કાર્યક્રમમાં જનસભાને પણ સંબોધશે મુખ્યપ્રધાન, માછીમારો માટે 11 કરોડના કામોનું કરશે ખાતમહુર્ત access_time 10:53 pm IST

  • રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ૨૨મીએ અમદાવાદની મુલાકાતે access_time 3:18 pm IST

  • અમરેલી : ધારી ગીરપૂર્વ વિસ્તારમાં છેલ્લા 11 દિવસમાં 11 સિંહો ના મોત:6 સિંહબાળ સહિત 11 સિંહોના મોતથી વનવિભાગ પણ ચિંતામાં :તમામ સિંહોના મોતનુ કારણ અલગ અલગ: ઈન્ફાઈટ તેમજ ઇન્ફેક્શનના કારણે મોતની સત્તાવાર જાહેરાત કરતુ વનવિભાગ.:વનવિભાગની ટીમ દ્વારા ગીરના સિંહોનુ અવલોકન શરૂ કરવામાં આવ્યુ:સિંહોના મોતથી સમગ્ર જીલ્લામાં અરેરાટી વ્યાપી access_time 10:52 pm IST