Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

પાકિસ્તાનના હવાતિયાં : હવે કાશ્મીર મુદ્દાને આંતર રાષ્ટ્રીય કોર્ટમાં લઇ જશે

કેબિનેટની બેઠકમાં આ નિર્ણયની મંજૂરી :વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીની જાહેરાત

નવી દિલ્હી ;આંતર રાષ્ટ્રીય સ્તરે આબરૂનું ધોવાણ બાદ ફરીવાર પાકિસ્તાનને હજુ શાંતિ થઈ નથી. કાશ્મીર મુદ્દા ઉપર પાકિસ્તાન હવે  આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઈ જશે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશીએ આ જાહેરાત કરી હતી.

  જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 કલમ હટાવવા અને રાજ્યને કેન્દ્રશાષિત પ્રદેશમાં વહેંચવાના ભારત સરકારના નિર્ણયને લઈને પાકિસ્તાન ખરાબ રીતે હલબલી ગયું છે. આ મામલે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો દરવાજો પણ ખખડાવ્યો હતો પણ ત્યાં પણ નિરાશા હાથ લાગી હતી. યૂએનએસસીમાં ફક્ત ચીને પાકિસ્તાનનો સાથ આપ્યો હતો. બીજા દેશોએ દ્વિપક્ષીય મામલો બતાવીને કોઈપણ ચર્ચા કરવાની ના પાડી દીધી હતી.
    આંતરરાષ્ટ્રીય સ્તરે ઇજ્જત ગયા પછી પણ પાકિસ્તાન હવાતિયા મારી રહ્યું છે. આવા સમયે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશીએ આઈસીજેમાં આ મામલાને લઈ જવાની જાહેરાત કરી હતી.
   કુરૈશીએ પાકિસ્તાનની એઆરવાઇ ન્યૂઝ ટીવીને કહ્યું હતું કે બધા કાનૂની પક્ષોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના સ્પેશ્યલ આસિસ્ટેન્ટે પાક મીડિયાને જણાવ્યું હતું કે કેબિનેટ મીટિંગમાં આ નિર્ણય લેવાયો છે. કેબિનેટે આ મામલાને વર્લ્ડ કોર્ટમાં લઈ જવાની સ્વિકૃતિ આપી છે

(9:57 pm IST)