Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

કાશ્મીર દ્વિપક્ષીય મુદ્દો છે તો પીએમ મોદીએ ટ્રમ્પને ફોનમાં ફરિયાદ કરવાની શું જરૂર હતી ?: ઔવૈસી

નવી દિલ્હી : AIMIMનાં અધ્યક્ષ અને હૈદરાબાદનાં સાંસદ અસદુદ્દીન ઔવૈસીએ ડેનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરવા મામલે વડાપ્રધાન મોદી પર શાબ્દિક હુમલો કર્યો છે. ઔવૈસીએ જણાંવ્યું કે, શરૂઆતથી જ આપણે બધા કહીએ છીએ કે કાશ્મીર એક દ્વિપક્ષીય મુદ્દો છે. આ મુદ્દે ભારતનું સ્થિર વલણ છે. તો પછી વડાપ્રધાન મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર આ મામલે ફરિયાદ કરવાની શું જરૂર હતી.

    અત્રે ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સોમવારે ટેલિફોનિક ચર્ચા કરી હતી. બન્ને નેતાઓ વચ્ચે સીમા પારથી થતા આંતકવાદ, દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મામલે ચર્ચા કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવાતા અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યા પછી બન્ને રાષ્ટ્રવડાઓ વચ્ચે પહેલી વખત વાતચીત થઇ હતી.

(9:05 pm IST)