Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

''પાઘડીમાંથી બોમ્બ મળ્યો છે': ભારતીય મૂળના શીખ અગ્રણી રવિ સિંહ સાથે ઓસ્ટ્રીયા એરપોર્ટ ઉપર મહિલા કર્મચારીની મજાક સાથેની વંશીય ટિપ્પણીઃ માફી માંગવાનુ કહેતા ઇન્કાર

ઓસ્ટ્રિયાઃ ઓસ્ટ્રિયા એરપોર્ટ ઉપર ખાલસા એડના સંસ્થાયક ભારતીય મૂળના શીખ માનવ અધિકાર કાર્યકર્તા રવિ સિંહ ઉપર એક મહિલા કર્મચારીએ વંશીય ટીપ્પણી કરતાં મામલો ગરમાયો હોવાનું જાણવા મળે છે.

બ્રિટન જવા માટે વિમાન બંદલી રહેલા રવિ સિંહ મેટર ડીરેકટર ચકાસણીમાંથી પસાર થઇ ગયા પછી પણ હાથમાં યંત્ર સાથે ઉભેલી એક મહિલા કર્મચારીઓ તેમને પાઘડી ઉતારવાનું કહ્યું હતું. તેથી રવિ સિંહએ કોઇ મુશ્કેલી છે કે કેમ તેવું પૂછતા આ મહિલા કર્મચારીએ તેમાં બોમ્બ હોવાની મજાક કરી હતી. જેનાથી ગિન્નાયેલા શીખ સજજને માફી માંગવાનું કહેતા મહિલાએ ઇન્કાર કર્યો હતો. જો કે એરપોર્ટ સંચાલકોએ કર્મચારી વતી માફી માંગી હતી.

(8:56 pm IST)