Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

જીએસટી રજિસ્ટ્રેશન હોય તો લોનના હપ્તા ભરવામાં એક વર્ષની રાહત અપાશે

નાના ઉદ્યોગકારોની લોન રિસ્ટ્રકચર કરવાનો લેવાયેલો નિર્ણય

નવી દિલ્હી ,તા.૨૦:જીએસટી લાગુ થયા પછી નાના ઉદ્યોગકારોની હાલત કફોડી થઇ હોવાની વ્યાપક ફરિયાદો પછી હવે આવા નાના વેપારીઓને એક વર્ષ સુધી બેન્કના હપતા નહીં ભરવા સુધીની રાહત આપતો નિર્ણય લેવાયો છે. તેના માટે જે ઉદ્યોગકારે જે બેન્કમાંથી એમએસએમઇ હેઠળ લોન લીધી હશે. તે બેન્કમાં તેને પોતાનો જીએસટી રજિસ્ટ્રેશન નંબર રજૂ કરીને અરજી કરવાની રહેશે ત્યારે બેન્ક દ્વારા એક વર્ષ સુધી તેને હપતા ભરવામાંથી રાહત આપવામાં આવશે.

એમએસએમઇ ઉદ્યોગ સેકટરને ધિરાણ નહીં મળતાં વકિંગ કેપિટલની સમસ્યા સામે આવી છે. એવામાં ઉદ્યોગોની સમસ્યાઓને આંશિક રીતે હળવી કરતાં નેશનલાઇઝડ બેન્કો દ્વારા જીએસટી રજિસ્ટ્રેશન ધરવાનાર એકમોની લોન એમ વર્ષ માટે રિસ્ટ્રકચર કરી આપવા તૈયારી બતાવવામાં આવી છે.

તા.૨૨થી૨૪ દરમિયાન તમામ નેશનલાઇઝડ બેન્કોના ચેરમેન અને અધિકારીઓની મળનારી બેઠકમાં રાજસ્થાન, ઉતરપ્રદેશ અને ગુજરાતમાં લીડ બેન્કનું સ્થાન ધરાવતી બીઓબી દ્વારા આ પ્રેઝેન્ટેશન રજૂ કરાશે.એમએસએમઇ સેકટરને જે ધિરાણને લઇને સમસ્યા નડી રહી છે.

તેના પર હંગામી ધોરણે નિરાકરણ લાવવા માટે એમએસએમઇ સેકટરના એકમો જે જીએસટી અંતર્ગત રજિસ્ટ્રર્ડ હશે.તેમની લોન એક વર્ષ માટે રિસ્ટ્રકચર્ડ કરી આપવામાં આવશે. ગુજરાત રાજસ્થાન અને યુપીમાં આ પ્રકારની લોન રિસ્ટ્રકચર કરવાની જવાબદારી બેન્ક ઓફ બરોડાને સોપવામાં આવી છે.

વેપારીઓ બેન્કના હપતા સમયસર ભરવા માટે દબાણમાં આવીને કયારેક સસ્તાભાવે માલ વેચી દેતા હતા તેમને બેન્કોના આ નિર્ણયથી રાહતના કારણે વેપારીઓને ફાયદો થશે.પણ તેના માટે તેમને જીએસટી રજિસ્ટ્રેશન કરાવેલું હોવું ફરજિયાત છે.

(4:09 pm IST)