Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ઓટો સેકટરથી લઈને બેંક, ઇન્સ્યોરન્સ સહિતના ક્ષેત્રે મંદી, રોજગારીમાં ઘટાડો

નવી નોકરીઓની ભરતીમાં ઘટાડો થતા અર્થવ્યવસ્થાના અનેક સેકટર પ્રભાવિત થયા

નવી દિલ્હી, તા.૨૦: માંગમાં ઘટાડો થતા દેશની ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી ઘેરા સંકટમાંથી પસાર થઇ રહી છે. દિગ્ગજ કાર કંપનીઓને પોતાના ઉત્પાદનમાં ઘટાડો કરવાની ફરજ પડી છે. સ્પેર પાર્ટ્સ બનાવતી કંપનીઓએ કોન્ટ્રાકટ પર કામ કરનારા લોકોની છટણી શરૂ કરી દીધી છે. એક અંદાજ મુજબ, લાખો લોકોએ નોકરીઓ ગુમાવી છે. મોટા ભાગની કંપનીઓએ નવા કર્મચારીના હાયરિંગ પર પણ રોક લગાવી છે.

એક રિપોર્ટ મુજબ, બેન્ક, ઇન્સ્યોરન્સ કંપનીઓ, ઓટો ઉત્પાદકોથી લઇને લોજિસ્ટિક અને ઇન્ફરાસ્ટ્રકચર સેકટરમાં પણ નવી નોકરીઓના સર્જનમાં દ્યટાડો થયો છે. નવી નોકરીઓની હાયરિંગમાં ઘટાડો થતા અર્થવ્યવસ્થાના અનેક સેકટર પ્રભાવિત થયા છે. તાજેતરના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. સરકારી આંકડા મુજબ, દેશમાં બેરોજગારીનો દર ૪૫ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે.

એક સ્ટડી મુજબ, બેન્ક, ઇન્સ્યોરન્સ કંપનીઓ, ઓટો ઉત્પાદકોથી લઇને લોજિસ્ટિક અને ઇન્ફરાસ્ટ્રકચર સેકટરમાં નવી નોકરીઓના સર્જનમાં ઘટાડો થયો છે. સારા સમાચાર માત્ર સર્વિસ સેકટર સાથે સંલગ્ન છે, જયાં નોકરીઓમાં સારો ગ્રોથ દેખાઇ રહ્યો છે. અર્થવ્યસ્થા માટે સર્વિસ સેકટરને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે.

(4:08 pm IST)