Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

૭ સપ્ટેમ્બરે યાન ચંદ્રની સપાટી પર ઉતરશે

ઇસરોના ચેરમેને પત્રકાર પરીષદ યોજીને આપી જાણકારી

નવી દિલ્હી, તા.૨૦: ચંદ્રયાન-૨ યાને આજે ચાંદની કક્ષામાં સફળતાપૂર્વ પ્રવેશ કર્યો છે. ૨૨ જૂલાઇના રોજ કરાયેલા લોન્ચિંગ બાદ ૭ સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાન-૨ ચંદ્ર પર ઉતરાણ કરશે. ભારતે અંતરિક્ષમાં વધુ એક સફળતા મેળવી છે. અંતરિક્ષમાં ઇસરોએ વધુ એક ઇતિહાસ રચી દીધો છે. લોન્ચિંગના ૨૯ દિવસ બાદ સફળ રીતે ચંદ્રયાન-૨એ ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યો. જો ચંદ્રયાન-૨એની ગતિ ઓછી કરવી પડી હતી. ચંદ્રયાન-૨ ૩૧ ઓગસ્ટ સુધી ચંદ્રની પરિક્રમા કરશે. આજરોજ સવારે ૯ વાગીને ૨ મિનીટે ચંદ્રની કક્ષામાં ચંદ્રયાન-૨એ પ્રવેશ કર્યો.

 

ચંદ્રયાન-૨ને ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યા બાદ ઇસરોના ચેરમેને ડો. કે. સીવનને પત્રકાર પરિષદ યોજી. ઇસરોના ચેરમેને જણાવ્યું કે ચંદ્રયાન-૨ અત્યારે ચંદ્રની પરીક્રમા કરી રહ્યું છે. અમે સંપૂર્ણ પ્રકારની ચોકસાઇ પૂર્વક કામ કરી રહ્યાં છે જેથી મિશન ચંદ્રયાન-૨ ચંદ્રની દક્ષિણ તરફ ઉતારી શકાય. ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-૨ ૭ સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર ઉતરાયણ કરે તેવી સંભાવના છે. ઇસરોના ચેરમેને જણાવ્યું કે ચંદ્રમાની ધરતી પર ૭ સપ્ટેમ્બરના રોજ લેન્ડીંગ કરતા સમય પહેલા પૃથ્વી પરથી બે કમાન્ડ આપવામાં આવશે, જેથી લેન્ડીંગ સમયે તેની ગતિ અને દિશા સુધારી શકાય અને તે ધીરેથી ચંદ્રની સપાટી પર ઉતરાણ કરી શકે.

૨૮,૩૦ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બરના ચંદ્રયાન-૨ને ૧૮ કિમીની ઉંચાઇથી ૧૦૦/૧૦૦ કિમીની ઉંચાઇ પર લઇ જવામાં આવશે. ર સપ્ટેમ્બરના રોજ લેન્ડર ઓર્બિટથી અલગ થશે. ત્યારબાદ લેન્ડર પર અમારં ધ્યાન રહેશે. જેના કારણે સરળતાથી ચંદ્રની સપાટીમાં ઉતરી શકશે.

(3:05 pm IST)