Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

પાકિસ્તાને પોતાના જ નાગરીકોને લાવતી પૂંચ-રાવલકોટ બસ માટે દરવાજા ન ખોલ્યા

પુંચઃ ભારત સરકારે જ્યારેથી જમ્મુ -કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવી છે ત્યારથી પાકિસ્તાન ઘાંઘુ થયું છે. પાકિસ્તાન ભારત સાથે વ્યાપાર સમજૂતી ખતમ કરવાની સાથે સાથે સમઝોતા એકસપ્રેસ, થાર એકસપ્રેસ અને દિલ્હી લાહોર બસ સેવા પણ બંધ કરી રહ્યું છે. હવે પાકિસ્તાન ને જમ્મુના પુંચથી પીઓકેના રાવલકોટ જતી બસ સેવા માટે પણ આજે દરવાજા નથી ખોલ્યા.

પુંચના રાવલકોટ જતી આ બસ આજે એલઓસી પર પહોચી તો પાકિસ્તાને તેના માટે દરવાજા નહોતા ખોલ્યા આ બસમાં  પાકિસ્તાની કબજો હેઠળના કાશ્મીરના ૨૭ નાગરીકો સવાર હતા જેમને આજે પાછા ફરવાનું હતું પુંચના જીલ્લા વિકાસ અધિકારી  રાહુલ યાદવે જણાવ્યું ,' બસમાં સવાર ૨૭ પીઓકે નાગરીકોની પરમીટ પુરી થઇ ગઇ છે. તેમણે આજે પરત જવાનું હતું પણ પાકિસ્તાન તરફથી નતો દરવાજા ખોલવામાં આવ્યા ન કોઇ પ્રતિક્રિયા આવી જેના કારણે બસમાં સવાર પીઓકે નાગરીક પાછા નથી ફરી શકયા'

(3:05 pm IST)