Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

પૂ.જીવરાજબાપુને સાધુ-સંતો પ્રત્યે આદર ભાવ હતો, તેમની વિદાયથી સાધુ સમાજને કયારેય ન પૂરાય તેવી ખોટ પડીઃ પૂ.ભારતીબાપુ -પૂ. મુકતાનંદબાપુઃપૂ. શેરનાથબાપુ સહિત સંતો દ્વારા શબ્દાંજલી

જુનાગઢઃ સતાધાર આપાગીગાના જગ્યાના મહંત પુ.જીવરાજબાપુનો ગતરાત્રે દેહવિલય  થતા સાધુસમાજમાં શોક છવયાો છ.ે પુ.બાપુને શ્રદ્ધાસુમન અર્પણ કરતા શ્રી પંચદશનામ જુના અખાડાના આંતર રાષ્ટ્રીય રાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર પુ.ભારતીબાપુ એ જણાવ્યું હતું કે જીવરાજ બાપુ એક સારા સંતહતા સાધુ સંતો પ્રત્યે તેમના દિલમાં આદર અને સન્માનનો ભાવ હતો તેમની વિદાયથી સાધુ સમાજને કયારેય ન પુરી શકાય તેવી ખોટ પડી છે. પરમકૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે અને સતાધારની જગ્યાની પંરપરાને વિજયબાપુ જાળવી રાખે અને ઉજાગર કરે તેમ જણાવેલ. અખિલભારતીય સાધુ સમાજના અધ્યક્ષ પુ.મુકતા નંદબાપુએ જણાવ્યું હતું કે પુ.જીવરાજબાપુ અત્યંત સરળ અને બાળક જેવા માયાળુ સ્વભાવના હતા અને સતાધારની આ દેશાણ જગ્યા સાથે  મારે વર્ષો જુનો નાતો રહ્યો. પુ.જીવરાજબાપુ મને એક વડીલ સંત માનતા કોઇપણ કામકાજ હોય તેઓ મારી સલાહ લેતા આજે તેમની વિદાયથી સમગ્ર સાધુ સમાજને કયારેય ન પુરાય તેવી ખોટ પડી છે પરમ કૃપાળુ પરમાત્મા તેઓના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના છ.ે

 જુનાગઢ ભવનાથ તળેટી સ્થિત શિવગોરખ આશ્રમના મહંત શેરનાથપુરએ જણાવ્યું હતું કે જીવરાજબાપુ સરળ સ્વભાવના હતા સતાધારની પરંપરાને ઉજાગર કરી હતી. આગવુ અદભુત વ્યકિતત્વ હતું તેમના ઉપર આપગીગા અને શામજીબાપુના આશિર્વાદ હતા. સાધુ સમાજે સારા એક સંત ગુમાવ્યા છે ભગવાન એમના આત્માને શાંતિ અર્પે એવી અભ્યર્થના કરેલ.

અંબાજી મંદિર ગિરનારના મહંત મોટા પીર બાવા તનસુખગીરી બાપુએ જણાવ્યું હતું કે શામજી બાપુના જેમના ઉપર સદાય આર્શિવાદ હતા એવા આ જગ્યાને ઉજાગર કરનાર જીવરાજબાપુ અત્યંત સરળ સ્વભાવનું વ્યકિતત્વ હતું અને તેઓ છેલ્લા શ્વાસ સુધી માનવ સેવા એ પ્રભુ સેવા સુત્રને ચરિતાર્થ કરી સંત પરંપરા ઉજાગર કરી છે. ભગવાન તેમના પવિત્ર આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના છે. (તસ્વીર-અહેવાલઃ યાસીન બ્લોચ-વિસાવદર), વિનુ જોષી, મુકેશ વાઘેલા-જુનાગઢ)

(3:04 pm IST)