Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

હાફિઝ સઈદ વિરુદ્ધ ટેરર ફન્ડિંગ કેસ ;એનઆઇએના ત્રણ અધિકારીઓ સામે કરોડોની લાંચ લેવાનો આરોપ

ત્રણેય અધિકારીઓને એનઆઈએમાંથી બહાર કરાયા : કેસની તપાસ ડીઆઈજી કક્ષાના અધિકારી કરશે.

નવી દિલ્હી : આતંકવાદી હાફિઝ સઈદ વિરૂદ્ધ ટેરર ફન્ડિંગ કેસ મામલે તપાસ કરી રહેલા એનઆઈએના ત્રણ અધિકારીઓ વિરૂદ્ધ લાંચ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.હેવાલ મુજબ આ ત્રણેય અધિકારીમાં એનઆઈએના એસપી પણ સામેલ હતા. જેમણે કરોડો રૂપિયાની લાંચ માગી હતી.

  અહેવાલ મુજબ ત્રણ અધિકારીઓમાંથી એક અધિકારી સમજૌતા બ્લાસ્ટ કેસમાં પણ તપાસ કરી ચુક્યો છે. એનઆઈએના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે ત્રણેય અધિકારીઓને એનઆઈએમાંથી બહાર કરવામાં આવ્યા છે. અને આ કેસની તપાસ ડીઆઈજી કક્ષાના અધિકારી કરશે.

  અત્રે ઉલેલ્ખનીય છે કે એનઆઈએની તપાસમાં સામે આવ્યુ હતુ કે, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક મદરેસામાં પાકિસ્તાનથી નાણા આવ્યા હતા. આ મામલે એનઆઈએ મહમદ સલમાન, મોહમ્મદ સલીમ અને શ્રીનગરથી સજ્જાદ અબ્દુલ વાનીની ધરપકડ પણ કરી હતી.

(1:39 pm IST)