Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

પ્રિયંવદા બિરલાની અબજોની સંપતિ માટે ૧૫ વર્ષથી ચાલતો કાનુની જંગ

૫૦૦૦ કરોડ રૂપિયાની સંપતિનો કેસ

કોલકત્તા તા. ૨૦: પ્રિયંવદા બિરલાની અબજો રૂપિયાની સંપતિ બાબતે લોઢા અને બિલા પરિવાર વચ્ચે ૧૫ વર્ષથી કાનુની જંગ ચાલી રહ્યો છે. તેની શરૂઆત ૨૦૦૪માં બિરલા કોર્પોરેશનની ભૂતપૂર્વ ચેરમેન પ્રિયંવદા  બિરલાના નિધન સાથે થઇ હતી. તેમના મૃત્યુના થોડા દિવસ પછી તેમનુ એક કહેવાતુ વસિયતનામુ સામે આવ્યુ. જેમા તેમણે પોતાની ૫૦૦૦ કરોડની સંપત્તિ વાઇસ ચેરમેન અને ચાર્ટડ એકાઉન્ટન્ટ રાજેન્દ્રસિંહ લોઢાને આપવાની વાત કરી હતી. આ કહેવાતુ વસિયતનામુ તેમણે ૧૯૯૯માં લખ્યુ હતુ. ત્યાર પછીથી બન્ને પક્ષો વચ્ચે કાયદાકીય જંગ શરૂ થયો હતો. દોઢ દાયકા પછી પણ દુર દુર સુધી આ લડાઇનુ કોઇ પરિણામ નથી દેખાતુ.

(1:15 pm IST)