Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સતાધારની જગ્યામાં ૧૫ જાન્યુઆરી ૨૦૧૫નાં હુકમ થતાં ગાદિપતિ બન્યા

વસાવદર તા.૨૦: સતનાં આધારે ચાલતા સતાધારની જગ્યા માનવદયા જીવદયા માટે શ્રધ્ધાનું કેન્દ્ર છે. દેહણનાં શબ્દોમાં ફળિયા ધર્મ બજાવી રહ્યું છે. સતાધારની જગ્યા ફકકડની જગ્યા છે. આ જગ્યાનાં મહંત લગ્નગ્રંથીથી જોડાઇ શકતા નથી. તેમજ આ જગ્યાનાં મહંતની નિમણુંક નથી થતી હુકમ થાય છે. આવી ધરતીમાં પૂ.જીવરાજબાપુનાં અનુગામી પૂ.વિજયબાપુને સતાધારની જગ્યામાં ૧૫મી જાન્યુઆરી ૨૦૧૫નાં રોજ હુકમ થતાં ગાદિપતિ બન્યા છે. ત્યારે સતાધારની પાવનકારી જગ્યાનું વાતાવરણ આનંદ ઉત્સાહમાં ફેરવાય ગયું. પૂજય વિજયબાપુનું જીવન વિસાવદર તાલુકાની આસપાસ જ પસાર થયું એટલે પ્રારંભથી જ તેમને આદ્યયાત્મિકતાનો વારસો પ્રદેશ તરફથી ભેટમાં મળ્યો. અતિ શ્રમ, મહેનત અને ધગશથી તેઓ સરકારશ્રીમાં વર્ગ ૧ અને ૨ની પરીક્ષાઓ ઉતિર્ણ થયેલા અને થોડો સમય સરકારશ્રીની કામગીરીમાં પણ જોડાયેલા પરંતુ તેમની પાસે રહેલ અલૌકિક જ્ઞાનની રાહ તો સતાધારની ધરતી જોઇ રહેલ એટલે તેમણે સરકારી નોકરી છોડી અને સતના આધારે ધમધમતા ધામમાં તેઓ સેવા પ્રવૃતિમાં જોડાયા.શિષ્ય પરંપરા મુજબ મહંતે પછી નિમણુંક થાય છે. સતનાં આધાર વિશે પૂ.બાપુ જણાવે છે કે ટહેલમાં છું, મહેલમાં છું, મોડમાં છું, બોર્ડમાં છું, માયામાં છુંમ, મમત્વમાં છૂં, શ્રધ્ધા-સમર્પણમાં મહેલમાં વાસ કરૂ છું. અને ધર્મની ગાદી પરથી એક સારો સંદેશો સમાજને આપી રહ્યા છે. તેમણે સમાજને સંદેશો આપતા જણાવે છે કે રીતે-રિવાજમાં મર્યાદા રાખો, પરંપરાગત પ્રસંગોને સ્વતંત્રાથી ઉજવો અને તુલસી-ગાય-દિકરીએ હિન્દુસ્તાનની હિન્દુ ધર્મની નિશાની છે. એટલે તેનું જતન કરો. તો યુવાનોને પણ વ્યસનથી દુર રહે તે માટે જાગૃતિ લઇ આવવાનું કાર્ય કરે છે.

(12:00 pm IST)