Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સતાધાર દર્શનાર્થે આવેલ સ્મૃતિ ઇરાનીને પૂ.જીવરાજબાપુના આશિર્વાદ ફળ્યા અને કેન્દ્રીય પ્રધાન બન્યા...

વિસાવદરઃ પૂ.આપાગીગાનું સમાધી સ્થાન સતાધારના પરચા અપરંપાર છે. મનની મુરાદ લઇ સત્તાધાર આવતા ભાવિકની મનોકામના હંમેશા પૂર્ણ થાય છે. થોડા વર્ષો પહેલા 'કર્યો કી સાસ ભી કભી બહુથી' સિરીયલ ટી.વી.પર ઘેર ઘેર જોવાઇ રહી હતી અને 'તુલસી'નું પાત્ર નિભાવતી અભિનેત્રી સ્મૃતિ ઇરાની ઘેર ઘેર છવાયેલી હતી. ઉપરાંત સ્મૃતિ ઇરાની ભાજપના મહિલા લીડર તરીકે પણ કાઠુ કાઢી ચુકયા હતા. તે સ્મૃતિ ઇરાની પોતાના પતિ જુબીન ઇરાની સાથે મુંબઇથી ખાસ દર્શનાર્થે આવ્યા હતા. વિસાવદર વિસ્તારના પૂર્વે ધારાસભ્ય કનુભાઇ ભાલાળાએ સ્મૃતિ ઇરાની-પરિવાર સાથે રહી સમગ્ર સતાધાર જગ્યા પ્રદિક્ષણા કરાવેલ. સ્મૃતિ ઇરાનીએ આપાગીગાની સમાધી સ્થાનના દર્શન કરી જગ્યાના મહંત પૂ.જીવરાજ ભગતના દર્શનાર્થે ગયેલ જયા ધારાસભ્ય કનુભાઇએ પૂ.જીવરાજ ભગતને સ્મૃતિ ઇરાનીની ઓળખ આપી હતી. પૂ.જીવરાજ ભગતે 'આ દિકરી તો ખૂબ આગળ વધશે' તેવા આશિર્વાદ આપેલ અને સ્મૃતિ ઇરાનીને પણ જાણ કે, સતાધાર પૂ.જીવરાજ ભગતના આશિર્વાદ ફળ્યા. અમેઠી લોકસભાની બેઠક પરથી સ્મૃતિ ઇરાની પરાજીત થયા તો રાજ્યસભાના દ્વારેથી સંસદમાં પ્રવેશ્યા અને કેન્દ્રના માનવ સંસાધન વિકાસ મંત્રી બન્યા. આવા છે. સતાધારના પૂ.જીવરાજ બાપુના કાલી ઘેલી ભાષામાં આશિર્વાદ રૂપી બે બોલ.

(11:56 am IST)