Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સત્તાધારમાં ભોજ ભેંસ વંશના 'પાડાપીર'નું સમાધી સ્થાન ભાવિકો માટે અનેરી આસ્થાનુ કેેન્દ્ર...

વિસાવદરઃ સત્તાધારમાં ભોજ ભેંસ વંશના 'પાડાપીર'નુ સમાધી સ્થાન ભાવિકો માટે અનેરી આસ્થાનુ કેન્દ્ર છે.

વર્ષો પહેલાની વાત છે. સતાધારમાં ભોજ ભેંસ વંશનો એક પાડો હતો. જે પાડો કોઇ પશુપાલક લાલન-પાલનની જવાબદારી સાથે સત્તાધારથી પોતાને ત્યાં લઇ ગયેલ. જ્યાંથ્ી ફરતા - ફરતા કમનસીબે આ પાડો મુંબઇ કતલખાને પહોચ્યો... જ્યાં કતલખાનાની મશીનરીએ આ પાડાને ચડાવતા મશીનની પ્લેટ જ તુટી ગયેલ... જેથી કસાઇએ બીજીવાર , ત્રીજીવાર આ પાડાને કતલ કરવા મશીને ચડાવ્યો પણ પ્લેટો જ તુટતી ગઇ .. આખરે રાત પડી ગઇ હતી... કસાઇએ પાડાને કતલ કરવાનુ પડતુ મુકી ઘેર ગયો.. રાત્રે ઉઘ્યો.. અને રાત્રે સ્વપ્ન આવ્યુ કે આ, પાડો એ સત્તાધારની દિવ્ય ભોજનો ભેંસ વંશનો દેવતાઇ પાડો છે, અને સત્તાધાર ગીગડા પીરના સ્થાને પીર પરત કરવાનુ ફરમાવાયુ.. આખરે કસાઇએ સંબંધીત લોકોને સ્વપ્નની વાત કરી અને આ વાત સત્તાધારના સેવકો સુધી પહોંચાડાઇ.. અને આ દેવતાઇ પાડાને આદર સત્કાર સાથે ધામધુમથી મુંબઇ થી સત્તાધાર લવાયો ... અને તેનુ પુજન અર્ચન કરાયુ.. અને પાડાપીર જીવ્યા ત્યા સુધી પુજાયા ... અને આ પાડાપીરનો દેહવિલય થયો'તો તેનુ સમાધી સ્થાન બનાવાયુ.. પાડાપીરની સમાધી સ્થાને દર્શન કરી આજેય ભાવિકો જબરી આસ્થા વ્યકત કરી રહ્યા છે.

(11:56 am IST)