Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સત્તાધારમાં ભુખ્યાને ભોજન આપવાની પરંપરા ૨૨૫ વર્ષ પહેલા શરૂ થઇ'તી

સંત આપાગીગા જગ્યાના ગીર ગાયના સંવર્ધન સાથે વિશાળ ગોૈશાળાના નિર્માણમાં પૂ. જીવરાજબાપુનો અમુલ્ય ફાળો

વિસાવદર તા ૨૦  : સત્તાધારની જગ્યાના મહંત તરીકે પૂ. જીવરાજબાપુનુ યોગદાન ઘણું મહત્વનું રહ્યું છે. તેઓએ અહીં વિશાળ ગોૈશાળા ઉભી કરી છે. અંદાજે બે હજારથી વધુ ગાયોનો અહીં નિભાવ થાય છે. ગીર ગાયોનું સંવર્ધન થઇ રહ્યું છે. જેઓનું આજે જિધન થતાં આ જગ્યા સાથે જોડાયેલી ધાર્મિક પરંપરાની વિગતોના સંદર્ભમાં ડો. નિરંજન રાજયગુરૂએ જણાવ્યું હતું કે સોનગઢ નજીક સંત ગેબીનાથ નામના યોગી મહાત્મા થઇ ગયા, આજે પણ ત્યાં ગેબી નામનું ભોગંરૂ જોવા મળે છે. સંત ગેબીનાથના શિષ્ય હતા આપા રતા, જેઓનો અમદાવાદ જતા મેલડી નજીક આશ્રમ છે.

આપા રતાની પરંપરામાં આપા મૈપા, આપા જાદરા, પછી ક્રમંશઃ આપા દાના અને સિમાણ બાપુ થયા. જેમાં આપા દાના ચલાળાની જગ્યા સાથે જાણીતા થયા છે. આપા દાનાના શિષ્ય હતા આપા ગીાગા તેઓએ અંદાજે ૨૨૫ વર્ષ પહેલા અહીં અન્નદાનનો મંત્ર ગુંજતો રહયો હતો. જે આજે પણ ભુખ્યાજનોના જઠરાગ્નિને તૃપ્ત કરતો રહ્યો છે.

સોૈરાષ્ટ્ર ગુજરાતની સંપ પરંપરામાં સત્તાધારના અન્નક્ષેત્રને સોૈથી વધુ પ્રાચીન અને વિશાળ ગણવામાં આવે છે. જે સેવાકાર્યને વિસ્તારવામાં પુ. જીવરાજબાપુનું યોદાન ખુબ મહત્વનું રહ્યું છે

(11:49 am IST)