Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

વડાપ્રધાન મોદીએ પોતે સંભાળ્યો છે મોર્ચો

પાકને ઇસ્લામિક દેશોથી અલગ પાડવાની કૂટનીતિ

યુએઇનું સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ જાયદ અપાશે નરેન્દ્રભાઇનેે

નવી દિલ્હી, તા.૨૦: કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા પછી ઘાંઘા થયેલા પાકિસ્તાનને ઇસ્લામિક દેશોથી અલગ પાડવાની કૂટનીીતનું નેતૃત્વ ખુદ વડાપ્રધાન મોદી પોતે કરશે. મોદી ફ્રાંસની સાથે યુએઇ અને બહેરિનની માત્રા પર પણ જઇ રહ્યા છે. હાલની પરિસ્થિતિમાં તેમનો આ પ્રયાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ફ્રાંસ ભારતની રણનીતિના મુખ્ય સહયોગી તરીકે બહાર આવ્યું છે. ફ્રાંસે કાશ્મીરના મુદા પર પણ ભારતનું સમર્થન કર્યુ છે. જયારે ઇસ્લામિક દેશોમાં યુએઇ એવો દેશ છે જેણે કલમ ૩૭૦ હટાવવાને ભારતની આંતરિક બાબત ગણાવીને તેનું સ્વાગત કર્યુ હતું. વડાપ્રધાન ૨૨ થી ૨૬ ઓગષ્ટ દરમ્યાન આ ત્રણે દેશોનો પ્રવાસ કરશે.

માનવામાં આવે છે કે તેમની આ યાત્રામાં કાશ્મીરમાં પાકિસ્તાની બિનજરૂરી દખલગીરી, આતંકવાદ સહિતના મુદાઓ પર ચર્ચા થશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે વડાપ્રધાન પોતાની ફ્રાંસની યાત્રા દરમ્યાન બિયારેજમાં ૪પમાં જી-૯ શિખર સંમેલનમાં ભાગ લેશે. સાથે જ યુએઇ અને બહેરિનની યાત્રામાં દ્રિપક્ષીય સંબંધોને નવી ઉંચાઇ પર લઇ જશે.

વિદેશ મંત્રાલયના સચિવ, તિરૂમૂર્તિએ જણાવ્યું કે વડાપ્રધાન ૨૨ ઓગષ્ટે સાંજે ફ્રાંસ પહોંચશે. સાંજે જ તેમની ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૈક્રો સાથે બેઠક થશે.  વડાપ્રધાનો ભારતીય સમુદાયને સંબોધિત કરવાનો પણ કાર્યક્રમ છે.

અધિકારીઓએ જણાવ્યું કે ભારત અને ફ્રાંસ વચ્ચેની ચર્ચામાં રક્ષા સહયોગ મહત્વપૂર્ણ મુદો હશે. બંને દેશો વચ્ચે રક્ષા, નૌવહનક્ષેત્ર, અંતરિક્ષ સહયોગ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા થશે. ફ્રાંસ સાથે () અણુ પરિયોજનાને આગળ વધારવા અંગે પણ ચર્ચા થશે.

વડાપ્રધાન ૨૩ થી ૨૫ ઓગષ્ટ સુધી સંયુકત આરબ અમિિાત (યુએઇ) અને બહેરીનના પ્રવાસ પર રહેશે. યુએઇ અને બહેરીનની યાત્રા પુરી કર્યા પછી વડાપ્રધાન મોદી ૨૫ ઓગષ્ટે ફરીથી ફ્રાંસ જશે. જયાં તેઓ ડીનરમાં ભાગ લેશે. તેઓ શિખર સંમેલનમાં અસમાનતા સામે લડાઇ વિષય પર પોતાના વિચારો રજૂ કરશે. વડાપ્રધાન યુએઇની યાત્રા દરમ્યાન યુએઇનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ જાય છે' ગ્રહણ કરશે.

(11:30 am IST)