Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

પૂ. સંત જીવરાજબાપુનું મહાપ્રયાણ

જયાં વર્ષોથી કશુ ખુટતુ નથી, સત અપરંપાર છે, સત્સંગ અમાપ છે, અન્ન કુબેર ભંડાર છે, દાન અનરાધાર છે, મહિમા અપાર છે એ સંતોની સિધ્ધભૂમિ સત્તાધાર હીબકે ચડયું: સતાધારનાં વર્તમાન લઘુ મહંત પૂ. વિજયબાપુ અને આપા ગીગાનો ઓટલો-ચોટીલાના : પૂ. નરેન્દ્રબાપુ અને લાખો ભાવિકો દ્વારા દિવ્ય સંતને અશ્રુભીની શ્રદ્ધાંજલી અંતિમ દર્શનાર્થે ભકતોના ઘોડાપૂરઃ અશ્રુનો દરિયોઃ પાલખીયાત્રા બાદ બપોરે સમાધી પૂ. જીવરાજબાપુનો દેહવિલય થતા વિસાવદર શોકમય બંધ

વિસાવદર-જુનાગઢ તા. ર૦ :. જુનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકામાં આવેલા ભાવિકોના આસ્થાના પ્રતિક સતાધાર જગ્યાના મહંત પૂ. જીવરાજબાપુનો કાલે સોમવારે રાત્રીના દેહવિલય થતા ભાવિકોમાં ઘેરો શોક છવાઇ ગયો છે.

સતાધાર જગ્યાના વર્તમાન મહંત પૂ. વિજયબાપુ અને રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપરના આપા ગીગાનો ઓટલો - ચોટીલાના  પૂ. નરેન્દ્રબાપુના ગુરૂ પૂ. જીવરાજબાપુ છેલ્લા થોડા સમયથી બિમાર હતા અને સતાધાર ખાતે હતાં. જયાં કાલે રાત્રીનાં ૯૩ વર્ષની વયે તેઓશ્રી બ્રહ્મલીન થયા છે. આજે સાંજે ૪ વાગ્યે તેમની પાલખીયાત્રા નિકળશે. જ્યારે ૫ વાગ્યે પૂ. શામજીબાપુની સમાધી પાસે પૂ. જીવરાજબાપુને સમાધી અપાશે.

સુપ્રસિધ્ધ યાત્રાધામ સતાધારનાં મહંત પૂ. જીવરાજભગત ગુરૂ શ્રી શામજીભગતનો શ્રાવણી સોમવારે ગત રાત્રે દેહવિલય થતાં વિશાળ સેવકગણમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે. સમગ્ર સૌરાષ્ટ્ર પરગણામાં ભલાભોળા સંત તરીકેની ઉમદા છાપ ધરાવતા ૯૩ વર્ષની વયનાં વાસ્તવમાં 'ભજનાનંદી સંત' પૂ. જીવરાજબાપુની છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત તબિયત હતી. જેથી બે દિ' પહેલા જ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ ખબર કાઢવા દોડી આવેલા. લઘુમહંત પૂ. વિજયબાપુની સીધી જ દેખરેખ તળે પૂ. જીવરાજબાપુની તબીયતની સતત કાળજી લેવાતી અને તબીબી સારવાર ચાલુ હતી. આખરે ગઇકાલે રાત્રે પૂ. જીવરાજબાપુએ દેહ છોડી દીધો હતો. સતાધાર જગ્યા ખાતે જ ગત રાત્રીથી પૂ. જીવરાજબાપુના પાથિર્વદેહને દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. ગત રાત્રીથી જ દર્શનાર્થીઓનો  પ્રવાહ સતાધાર ભણી દોટ મુકી છે.

પૂ. જીવરાજબાપુને શાસ્ત્રોકત વિધિ સાથે સાધુ-સંતો-ભાવિકોની વિશાળ હાજરીમાં સમાધિ અપાશે તેમ સતાધારના વર્તમાન મહંત પૂ. વિજયબાપુએ જણાવેલ છે.

ગયા રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સત્તાધાર પહોંચ્યા હતાં. મુખ્યમંત્રીએ જીવરાજબાપુની મુલાકાત કરી તેમના ખબર અંતર પુછયા હતાં.

પૂ. જીવરાજબાપુ ગાયોની સેવા કરી ગૌશાળામાં જ રહેતા હતાં. તેમણે ૧૯૮ર માં મહંતની ગાદી સંભાળી હતી. શ્યામજીબાપુએ તેમને મહંત બનાવ્યા હતાં. નાની ઉમરથી તેઓ સતાધારમાં સેવા કરતા હતાં.

ઉલ્લેખનીય છે કે, આપાગીગા દ્વારા સતાધારની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ સતાધારમાં તેમના શિષ્ય કરમણ બાપુ, ત્યારબાદ રામબાપુ અને તેવી જ રીતે હરીબાપુ અને ત્યારબાદ લક્ષ્મણબાપુ, પછી શ્યામજીબાપુ અને તે પછી જીવરાજબાપુએ સતાધારની જવાબદારી સંભાળી હતી., ત્યારબાદ તેમનાં શિષ્ય જગદીશબાપુ દેવ થયા બાદ હાલ લઘુમહંત તરીકે વિજયબાપુ સતાધારની જવાબદારી સંભાળી રહ્યા છે.

લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર એવા વિસાવદર તાલુકાના સતાધાર ગામે આવેલ શ્રી આપા ગીગાની જગ્યાના મહંત પૂ. જીવરાજબાપુએ ગત રાત્રે ૧૦ કલાકે અંતિમ શ્વાસ લીધા હતાં.

ત્યારે સેવક સમુદાય સાધુ સમાજમાં શોક પ્રર્વતી રહ્યો છે. સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ યાત્રાધામ એવા સતાધારની જગ્યાના મહંત પૂ. જીવરાજબાપુ છેલ્લા ઘણા દિવસોથી ન્યોમોનીયાશ્વાસની બિમારી હતી.

પૂ. જીવરાજબાપુ બાલ્ય અવસ્થાથી જ સતાધાર હતા ગુરૂશ્રી શામજીબાપુએ તેમની તિલકવિધી કરી ગુરૂ દિક્ષા તેમને મહંત તરીકે બિરાજમાન કર્યા હતા ૩પ વર્ષથી સતાધારની જગ્યામાં ભકિતભાવમાં લીન રહી માનવ સેવા એજ પ્રભુ સેવા સમજી સેવારત રહ્યા આ જગ્યાના ઇતિહાસમાં જાણવા મળતી વિગતો પ્રમાણે રરપ વર્ષ અગાઉ આપા ગીગાએ સતાધારની જગ્યા સ્થાયી અને સૌપ્રથમ આપા ગીગા પછી તેમની જગ્યાએ તેમના શિષ્ય કરણ ભગત ગાદીએ આવ્યા ત્યારબાદ અનુક્રમે રામબાપુ, હરીબાપુ, લક્ષ્મણબાપુ, શામજીબાપુ પછી જીવરાજબાપુ બિરાજયા હતાં અને સાતમા મહંત તરીકે સેવા બજાવતા તેઓએ સતાધારની જગ્યામાં વિકાસના અનેક કાર્યો કરેલ.

જેમાં સતાધારની જગ્યામાં શ્યામઘાટ અત્યંત સુવિધાસભર જીવરાજભુવન જગદિશ ભુવન જેવા પ્રકલ્પોએ આકાર લીધેલ સતાધારની જગ્યામાં સાડા ત્રણ દાયકા થી મહંત પદને દિપાવનાર પૂ. જીવરાજબાપુ અત્યંત સરળ અને બાળક જેવા સ્વભાવ સતાધાર ખાતે સંત સંમેલન કે અન્ય કોઇ કાર્યક્રમ હોય તેમાં પૂ. બાપુને બોલવા માટે સાધુ-સંતો ભાર આપતા ભારે ખુબ વિનંતી કરવાથી તેઓ માત્ર આપા ગીગાની જય બોલાવતા.

પૂ. જીવરાજબાપુ કદી ધાર્મિક રોજનીશીમાં થાકતા નહી કયારેક રાત્રે બે વાગે સુતા તો પણ સવારે ૪ વાગ્યે ઉઠી જતા અખાડામાં જયાં કુભ હોય ત્યાં રસોઇ આપવાની પરંપરા પણ તેમણે નિભાવેલી તમામ તિર્થયાત્રા પૂ. બાપુએ કરેલી બેહદ સાદગીથી જીવન  જીવતા હતા તેમના ઓરડામાં કદી પંખો કરતા નથી અને યાત્રીકો માટે એસી સુવિધા ઉભી કરી પોતે તીવ્ર ગરમીમાં પણ પંખો ન કરતા.

પૂ. બાપુ હંમેશા સૌનુ ભલુ ઇચ્છતા બધાને માનભેર કહેતા આવો બાપા બેસો બાપા જમો બાપા સતાધાર આવતા દરેક ભાવિકોને ભાવપૂર્વક જમાડતા અને આશિર્વાદ આપતા તેઓ સહજભાવે કહેતા અમારો ઠાકર આપા ગીગા કરે એ સારૂ બાળક જેવો સ્વભાવ ભોળા ભાવે સૌને આશિર્વાદ આપતા અને સવાર-બપોર - સાંજ સાધુ સંતોને દાન આપતા અન્નક્ષેત્રમાં અન્નદાનનો મહિમા ગુજતો આજે બપોરે ૩ કલાકે પૂ. બાપુની પરંપરા ગત પાલખી યાત્રા દશનાર્થ નિકળશે બાદમાં સાધુ-સંતોની ઉપસ્થિતીમાં સમાધિ આપવામાં આવશે.

મંદિરના પરિષરમાં કાચની પેટીમાં પૂ. જીવરાજબાપુના પાર્થિવ દેહને દર્શનાર્થ રાખવામાં આવતા દર્શનાથીઓ ઉમટી પડયા હતા અને જીવરાજબાપુની જયના જયઘોષ કર્યો હતાં.

સતાધારના લઘુ મહંત વિજયબાપુ તમામ વિધી માટે સેવક સમુદાય સાથે ચર્ચા વિચારણા કરી વ્યવસ્થા ગોઠવી રહ્યા છે.

સાંજે ૪ વાગ્યાની આસપાસ મહામંડલેશ્વર પૂ. ભારતીબાપુ પરબધામના કરશનદાસબાપુ ચલાળાના પૂ. વલકુબાપુ ચાપરડાના પૂ. મુકતાનંદબાપુ, પૂ. શેરનાથબાપુ સહિત અનેક સંતો-મહંતોની ઉપસ્થિતિમાં પૂ. જીવરાજબાપુને સમાધી આપવામાં આવશે અને જૂનાગઢના મેયર ધીરૂભાઇ ગોહીલ સહિતના અગ્રણીઓ સતાધાર ખાતે પહોંચ્યા છે.(૨-૧૬)

(3:02 pm IST)
  • શ્રેયસ અય્યર ચોથા ક્રમે રમતો રહેશે : રવિ શાસ્ત્રી શાસ્ત્રીએ કહ્યું, છેલ્લા બે વર્ષમાં અમે શકય એટલા મેકિસમમ યંગ પ્લેયર્સને ચોથા ક્રમે રમાડવા ઉપર ફોકસ કર્યુ હતું. શ્રેયસ અય્યર ચોથા ક્રમે રમતો રહેશે access_time 4:00 pm IST

  • પી. ચિદમ્બરમને બે કલાકમાં હાજર થવા નોટિસ :ચિદમ્બરમના ઘરે પહોંચેલી ઇડી અને સીબીઆઈ ટીમ ખાલી હાથ પાછી ફરતા સીબીઆઈએ બે કલાકમાં હાજર થવા નોટિસ ફટકારી : . INX મીડિયા કેસમાં હાઇકોર્ટે ચિદમ્બરમની આગોતરા જામીન અરજી ફગાવી છે.સાથે જ ઇડી અને સીબીઆઇ જલ્દી જ ચિદમ્બરમની ધરપકડ કરી શકે છે access_time 1:14 am IST

  • એલઓસી પર પાક.ની નાપાક હરકતઃ ફાયરીંગ કરતાં ભારતીય જવાન શહીદઃ ભારતનો વળતો પ્રહાર access_time 3:56 pm IST