Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ISIના એજન્ટ સાથે ૪ ત્રાસવાદી ભારતમાં ઘુસ્યાઃ ગુજરાત-રાજસ્થાન સહિત હાઇએલર્ટ જાહેર

અફઘાની પાસપોર્ટ સાથે ઘુસણખોરી

નવી દિલ્હી, તા.૨૦: પાકિસ્તાની ગુપ્ત એજન્સી ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI)ના એજન્ટ સાથે ચાર આતંકીઓ ભારતમાં ઘુસ્યા હોવાની જાણકારી મળી છે. આ જાણકારી સામે આવતા જ રાજસ્થાન અને ગુજરાત બોર્ડર સહિત સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે. જાણકારી મુજબ આતંકીઓ અફદ્યાનિસ્તાની પાસપોર્ટ સાથે ભારતમાં દાખલ થયા છે.

સિરોહી, રાજસ્થાન પોલીસ અધિક્ષક કલ્યાણમલ મીણા જણાવે છે કે ચાર લોકોનું ગ્રુપ ISIના એક એજન્ટ સાથે દેશની સીમામાં પ્રવેશ કરી ચૂકયું છે. તે લોકો કોઈપણ આંતકી કામને અંજામ આપી શકે છે. આ સંબંધમાં એક પત્ર જિલ્લાના બધા પોલીસ સ્ટેશનનોને મોકલાયો છે.

પત્ર મળતા જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. પોલીસે ભીડવાળા વિસ્તારો, હોટલ, રેસ્ટોરા, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનો પર સઘન ચેકિંગ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત શંકાસ્પદ વાહનોની અવરજવર પર પણ નજર રાખવામાં આવી રહી છે. પોલીસકર્મીઓને સંપૂર્ણ રીતે એલર્ટ રહેવા અને શંકાસ્પદ વ્યકિતઓની પૂછપરછ કરવા માટે કહેવાયું છે.

આ પહેલા ૯ ઓગલ્ટે પણ ઈન્ટેલિજન્સ બ્યૂરોએ પોતાના ગુપ્ત રિપોર્ટમાં આતંકી હુમલાને લઈને એલર્ટ જાહેર કર્યું હતું. તેમાં કહેવાયું હતું કે પાકિસ્તાની ગુપ્ત એજન્સી તરફથી સમર્થિત જેહાદી આતંકી જમ્મુ-કાશ્મીર અને તેની બહાર મોટા હુમલામાં અંજામ આપી શકે છે.

જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના વિશેષ રાજયના દરજ્જાને હટાવ્યા બાદ પાકિસ્તાન ભારતથી નારાજ છે. કેન્દ્રની મોદી સરકાર તરફથી આર્ટિકલ ૩૭૦ને હટાવવાના કારણે નારાજ પાકિસ્તાન સતત સરહદ પર સીઝ ફાયરનું ઉલ્લંદ્યન કરી રહ્યું છે. ગુપ્ત સૂત્રોનું કહેવું છે કે પાડોશી દેશ ભારતમાં મોટો આતંકી હુમલો કરવાના પ્રયાસમાં છે.

(9:55 am IST)