Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

૪૦૦ કરોડથી વધુ ટર્નઓવર કરતી કંપનીઓ ઉપરનો ટેક્ષ તબક્કાવાર ઘટાડાશેઃ સીતારમન

ટેક્ષના દરને ઘટાડીને ૨૫ ટકા કરાશેઃ સંપતિનું સર્જન કરતા ઉદ્યોગોને દરેક પ્રકારની મદદ કરાશે

નવી દિલ્હી, તા.૨૦: કંપનીઓ પરનો કોર્પોરેટ ટેકસનો દર તબક્કાવાર ઘટાડીને ૨૫ ટકા કરવાનાં કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને આપ્યા હતા. સોમવારે તેમણે કહ્યું હતું કે, જે કંપનીઓનું ટર્નઓવર રૂ. ૪૦૦ કરોડથી વધુ છે તેનો કોર્પોરેટ ટેકસનો દર તબક્કાવાર રીતે ૨૫ ટકા સુધી દ્યટાડાશે. સરકાર દ્વારા જે લોકો દેશ માટે સંપત્ત્િ।નું સર્જન કરે છે તેમને તમામ પ્રકારની સહાય કરાશે. નાણાપ્રધાને તેમનાં પહેલા બજેટમાં રૂ. ૪૦૦ કરોડ સુધીનંડ ર્વિાષક ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે કોર્પોરેટ વેરાનો દર ૩૦ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કર્યો હતો.

નરેન્દ્રભાઇ મોદીના સ્વતંત્રતા દિવસનાં ભાષણથી પ્રભાવિત થઈને તેમણે કહ્યું હતું કે, જે ઉદ્યોગ સાહસિકો દેશ માટે સંપત્ત્િ।નું સર્જન કરતા હશે તેમને તમામ પ્રકારની સહાય કરાશે. મોદીએ તેમનાં પ્રવચનમાં કહ્યું હતું કે જે લોકો દેશ માટે સંપત્તિનું સર્જન કરતા હશે તેમને શંકાની નજરે જોવામાં આવશે નહીં. સંપત્તિનું સર્જન થશે તો જ દેશમાં સંપત્તિની વહેંચણી પણ કરી શકાશે. દેશના વિકાસ માટે સંપત્તિનું સર્જન જરૂરી છે.

પાંચ દાયકા જૂના આવકવેરા કાયદાને ફરી લખવા નિયુકત ટાસ્ક ફોર્સે સોમવારે અહેવાલ સોંપ્યો હતો. સીબીડીટીના સભ્ય અખિલેશ રંજનના નેતૃત્વ હેઠળની પેનલે તૈયાર કરેલા પ્રત્યક્ષ કરવેરા સંહિતાના મુસદ્દામાં કાયદાને વધુ સરળ બનાવવા પ્રયાસ થયો છે.

અગાઉ ગયા વર્ષે તત્કાલીન નાણામંત્રી અરૂણ જેટલીએ ૨૫૦ કરોડ રૂપિયા સુધીનું વર્ષનું ટર્નઓવર કરતી કંપનીઓના કોર્પોરેટ દરને ઘટાડીને ૨૫ ટકા કર્યો હતો. ઉદ્યોગો સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં સીતારમણે કહ્યું કે બાકી રહેલી બીજી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્ષના દરને તબક્કાવાર ઘટાડાશે.(૨૩.૩)

 

(9:54 am IST)