Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

ભારે હોબાળા બાદ કાશ્મીર મામલે શોએબ અખ્તરનો યુટર્ન : હવે ભડકાઉ નિવેદન નહીં કરવાની વાતો કરી

શોએબે કહ્યું કોઈ એવું નિવેદન ન આપવું જોઈએ જેનાથી સ્થિતિ વધારે ખરાબ થાય.

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે જમ્મુ કાશ્મીર પર પોતાના નિવેદન બાદ યૂ ટર્ન લીધો છે. કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા પછી સખત પ્રતિક્રિયા આપનાર શોએબ અખ્તર હવે  નરમ પડ્યો છે.

   અખ્તરે પોતાની યૂ ટ્યુબ ચેનલમાં કાશ્મીરના મુદ્દા ઉપર ભડકાઉ નિવેદન ના કરવાની વાત કરી છે આ પહેલા શોએબના નિવેદન બાદ ભારે  હતો ભારતીયોએ આકરા જવાબ આપ્યો હતો ત્યારે હવે . અખ્તરે કહ્યું છે કે હું માનું છું કે સ્થિતિ ખરાબ છે અને હું એ પણ માનું છું કે તમે પોતાના દેશને પ્રેમ કરો છો અને અમે અમારા દેશને પણ આપણે નફરતનું કારણ ન બનવું જોઈએ. આપણે કાશ્મીર મુદ્દે કોઈ એવું નિવેદન ન આપવું જોઈએ જેનાથી સ્થિતિ વધારે ખરાબ થાય.
   અત્રે ઉલેલ્ખનીય છે કે અખ્તરે આ પહેલા કાશ્મીર મુદ્દે વિવાદિત ટ્વિટ કર્યું હતું. અખ્તરે 12 ઓગસ્ટએ એક બાળકની તસવીર ટ્વિટ કરી હતી, જેની આંખમાં ઈજા થઈ હતી અને તેની ઉપર પટ્ટી બાંધેલી હતી. અખ્તરે તેના ઉપર કેપ્શન આપી હતી કે અમે તમારા તરફથી ઉભા છીએ. ઇદ મુબાર

(12:00 am IST)