Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

''વીમેન્સ ફેસ્ટ ૨૦૧૯'': યુ.એસ.ના જયોર્જીયામાં ફ્રેન્ડસ ઓફ એટલાન્ટાના ઉપક્રમે યોજાઇ ગયેલો પ્રોગ્રામઃ મીટ એન્ડ ગ્રીટ, ડાન્સ, મનોરંજન, ગેઇમ્સ, ફેશન શો, એવોર્ડ વિતરણ, તથા લંચના આયોજનથી મહિલાઓ ખુશખુશાલ

જયોર્જીયાઃ યુ.એસ.માં ઇન્ડિયન ફ્રેન્ડસ ઓફ એટલાન્ટાના ઉપક્રમે તાજેતરમાં ૧૫ જુન ૨૦૧૯ના રોજ ૪થો વાર્ષિક 'વીમેન્સ ફેસ્ટ ૨૦૧૯'' યોજાઇ ગયો.

એટલાન્ટા જયોર્જીયામાં વસતી ભારતીય મૂળની મહિલાને પરસ્પર મીટ એન્ડ ગ્રીટ સાથે નજીક લાવવા, મનોરંજન માણવાં, તથા સમાજ માટે વિશેષ યોગદાન આપનાર અગ્રણી મહિલાઓને બિરદાવવા યોજાયેલા આ પ્રોગ્રામમાં કોમ્યુનીટી અગ્રણી ઇમોરી ખાતેના આસી. પ્રોફેસર ઓફ મેડીસીન કાર્ડીયોલોજી ડો.સુસ્મિતા પરાશર, દેસાઇ લો ગૃપના સુશ્રી શીતલ દેસાઇ, તથા ટુર્સ લીમીટેડના CEO સુશ્રી પાળ્સ રાધવાએ હાજરી આપી હતી.

વિનામૂલ્યે પ્રવેશ સાથેના આ પ્રોગ્રામમાં હાજર રહેલી તમામ મહિલાઓએ મ્યુઝીક, ડાન્સ, ફન ગેમ્સ, સેમિનાર,ઉદબોધનો, એવોર્ડ વિતરણ તથા ફેશન શો અને લંચનો આનંદ માન્યો હતો. તેવું NRI Pulse દ્વારા જાણવા મળે છે.

(8:13 pm IST)