Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

પાકિસ્તાન સેનાપ્રમુખને ભેટવાનું સિદ્ધુને ભારે પડ્યું :ભારતીય સેનાના અપમાનનો કોર્ટમાં કેસ દાખલ

અરજીકર્તા સુધીર ઓઝા આગાઉ અનેક જાણીતા મહાનુભાવો સામે અરજી દાખલ કરી ચુક્યા છે

મુજફ્ફરપુર: પાકિસ્તાનના પીએમ તરીકે ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેનાર પૂર્વ ક્રિકેટર અને પંજાબ કોંગ્રેસના મંત્રી નવજોત સિદ્ધુને પાકિસ્તાનના સેના પ્રમુખ કમર જાવેદ બાજવાને ભેટવાનું ભારે પડી રહ્યું છે બિહારના મુઝફરપુરની સ્થાનિક કોર્ટમાં સિદ્ધુ સામે દેશદ્રોહનો કેસ કરવામાં આવ્યો છે. આ કેસ કરનાર સુધીર ઓઝાએ પોતાની પિટિશનમાં કહ્યુ છે કે, પાકિસ્તાની સેના પ્રમુખને ગળે મળીને સિદ્ધુએ ભારતીય સેનાનુ અપમાન કર્યુ છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે મુઝફરપુરમાં વકીલ એવા સુધીર ઓઝા આ અગાઉ ઘણા રાજનેતાઓ અને મહાનુભાવો સામે અવાજ ઉઠાવતા રહ્યા છે. ઓઝા આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવ સામે પણ ફરિયાદ નોધાવી ચુક્યા છે. ૨૦૦૭માં આવેલા પુર દરમિયાન લાલુ ધ્વારા પરવાનગી વગર માંનીયારી થાણાના ભુજંગી ચોકની પાસે હેલિકોપ્ટર ઉતારવાના મામલે ફરિયાદ નોધાવવામાં આવી હતી

  ઓઝાએ મેગી સંબધિત એક મામલામાં નેસ્લેના બે અધિકારી, મેગીની જાહેરાતમાં આવેલા સુપર સ્ટાર અમિતાભ બચ્ચન, પ્રીતિ ઝીંટા અને માધુરી દિક્ષિત સામે પણ અરજી દાખલ કરી ચુક્યા છે.

(8:25 pm IST)