Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં ભારે વરસાદ : નદીમાં ઘોડાપૂર :અનેક કોઝવે પાણીમાં ગરકાવ

આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. જ્યારે અનેક કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. કોઝવે પર પાણીનું સ્તર વધતા વાહન વ્યવ્હાર ખોરવાયો છે  સ્થાનિક લોકોએ પાણીમાં તણાઈ રહેલી એક બાઈકને બહાર કાઢી હતી. વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. જેથી અનેક લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

(2:19 pm IST)