Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

૨૨ ઓગસ્ટે ઉ.પ્રદેશમાં બકરી ઇદ નિમિતે ગૌવંશની કુરબાની પર યોગીનો પ્રતિબંધ

દેશભરમાં ગાય-વાછરડા-બળદ સહિત ગૌવંશનું બલિદાન આપવા ઉપર પ્રતિબંધ : સજ્જડ બંદોબસ્ત

નવી દિલ્હી તા. ૨૦ : બકરી ઈદના દિવસે કોઇ ગૌવંશની કુરબાની આપવામાં ન આવે તે બાબતે ચોકસાઇ રાખવાની તાકીદ કરતા, ઉત્ત્।ર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અધિકારીઓને તાકીદ કરી હતી કે રાજયમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પુરી ચોકસાઇ જાળવાવી જોઇએ.

વિડિયો કોન્ફરન્સ મારફત તમામ જિલ્લા સ્તરના અધિકારીઓને સંબોધતા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે રાજયના સંવેદનશીલ વિસ્તારોમાં અધિકારીઓ ચેકીંગ રાખે અને ઈદ ઉલ અઝહા (બકરી ઈદ)ના દિવસે ગૌવંશના કોઇ પ્રાણીનું બલિદાન આપવામાં ન આવે. અને તેમને બલિદાન આપતા રોકવામાં આવે. અસામાજીક તત્વો પર કડક નજર રાખો. પરંપરા વિરૂધ્ધ કોઇપણ કાર્ય કરવાની મંજૂરી ન આપવી.

૨૨મી ઓગસ્ટે બકરી ઈદની ઉજવણી થશે. દેશમાં ગાય-વાછરડા, બળદ સહિતના ગૌવંશના પ્રાણીઓનું બલિદાન આપવા પર પ્રતિબંધ છે અને તેને અટકાવવા આદિત્યનાથે અધિકારીઓને કડક હાથે કામ લેવા જણાવ્યું છે.(૨૧.૧૪)

 

(11:35 am IST)